નેપાળમાં 26 ઑગસ્ટના પૂરથી થયેલી તબાહી સેટેલાઇટથી પણ દેખાઈ રહી છે. પૂરમાં ગામો અને બજારો તણાઈ ગયા, રસ્તાઓ અને પુલ કાટમાળ નીચે દબાઈ ગયા. ચારેય તરફ કાદવવાળું પાણી અને પહાડી કાટમાળ દેખાઈ રહ્યો છે. આ પૂરે નેપાળ-તિબેટ બોર્ડરના સમગ્ર વિસ્તારનો નકશો બદલી નાખ્યો. નીચે જુઓ તબાહી પહેલાં અને પછીની 9 સેટેલાઇટ તસવીરો… બધી તસવીરો તિબેટ સરહદને અડીને આવેલા નેપાળના રસૂઆ જિલ્લાની છે. જ્યાં ત્રિશૂળી નદીએ તેના કિનારે વસેલા ગામો અને વસાહતોને 6 કલાકના પૂરમાં પોતાની ઝપેટમાં લઈ લીધા. હવે 5 ડ્રોન ફૂટેજમાં જુઓ પૂરથી તબાહી હવે ગ્રાફિક્સમાં જુઓ ક્યાં અને કેવી રીતે થયો અકસ્માત…
નેપાળની તબાહી પહેલાં અને પછીની 9 સેટેલાઇટ તસવીરો:ત્રિશૂલી નદીમાં વહી ગઈ વસાહતો, 6 કલાકના પૂરથી નકશો બદલાઈ ગયો
📅 Published: August 27, 2026 |
📂 Category: International
