ભરૂચ પોલીસે વડીલો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી:મહિલા અને રેલવે પોલીસે વડીલો સાથે વાર્તાલાપ કરી આશીર્વાદ મેળવ્યા

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

ભરૂચમાં મહિલા પોલીસ મથક, ભરૂચ અને અંકલેશ્વરની “શી” ટીમ તેમજ રેલવે પોલીસે વડીલોના ઘરે જઈ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. પોલીસ કર્મચારીઓએ વડીલો સાથે સમય વિતાવી તેમની સાથે સંવાદ કર્યો હતો. મહિલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. આહીર અને તેમની ટીમે વડીલો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. તેમણે વડીલો સાથે વાર્તાલાપ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ. દેસાઈ અને પીએસઆઈ એસ.કે. રાણા સહિતની ટીમે પણ વડીલો સાથે રક્ષાબંધન ઉજવી. આ ટીમે વડીલોને ભોજન કરાવ્યું અને રાખડી બાંધી આશીર્વાદ મેળવ્યા હતા. પોલીસની આ પહેલથી વડીલોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ ઉજવણીથી પોલીસ અને વડીલો વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ બન્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *