પાલિકાની સ્થાયી સમિતિમાં એજન્ડામાં છાણી જકાતનાકા સર્કલથી મહેસાણા નગર ચાર રસ્તા થઈ ફતેગંજ બ્રિજ સુધીના માર્ગનું મીલિંગ કરીને રિસર્ફેસિંગ કરાવવા રૂા.8.87 કરોડનું ભાવપત્ર લેવાયું છે. અંદાજિત એસઓઆર ભાવથી 18.75 ટકા વધુ મંજૂર કરવાની આવેલી દરખાસ્તને નામંજૂર કરવા માટે કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ ભલામણ કરી છે. કાઉન્સિલરના જણાવ્યા મુજબ ચામુંડા માર્બલવાળો રોડ નવાયાર્ડ અને ટીપી 13ને જોડતો અધૂરો માર્ગ છે, જ્યાં 10-10 ફૂટના ખાડા હોવાથી તાત્કાલિક નવા રોડની જરૂર છે, પરંતુ ત્યાં કામ શરૂ થયું નથી. તેને બદલે જે રસ્તો સારો છે તે બનાવવા 9 કરોડ રૂપિયાના ખર્ચે દરખાસ્ત લાવવામાં આવી છે. આ રોડ સારી હાલતમાં છે. જોકે આ રોડ પર વરસાદી પાણી ભરાઇ જાય છે, જે સોસાયટીમાં ઘૂસે છે અને નાગરિકોને તકલીફ પડે છે. જેથી આ રોડ પર મોટી ડાયાની વરસાદી ગટર નાખવાની જરૂર છે. વહીવટી તંત્ર દરખાસ્ત મોકલ્યા બાદ સ્થાયી સભ્યોએ સ્થળ તપાસ કરવી જોઇએ અને લોકોને જેની સાચે જરૂર હોય તે કામગીરી કરવી જોઇએ.
રિસર્ફેસિંગની દરખાસ્ત નામંજૂર કરવા કાઉન્સિલરની ભલામણ:છાણી જકાતનાકાથી ફતેગંજ બ્રિજ સુધી રોડના રિસર્ફેસિંગનો વિરોધ
📅 Published: August 28, 2026 |
📂 Category: gujarati-news
