Ahmedabad : એલિસ બ્રિજ પાસે ફુલ સ્પીડે આવેલી કાર ડિવાઈડર સાથે અથડાઈ, બોનેટનો કચ્ચરઘાણ

📅 Published: August 28, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદમાં એલિસ બ્રિજ પાસે કાર અકસ્માતની ઘટના સામે આવી છે. એમજે લાઇબ્રેરીનો બ્રિજ ઉતરતા પૂર ઝડપે આવી રહેલી એક કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું અને બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત

પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત બાદ કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. ઘટનાસ્થળે અકસ્માતને પગલે લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા.

કારમાં સવાર લોકોને ઈજા થઈ હોવાની આશંકા

અકસ્માત સમયે કારમાં સવાર લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઈજાગ્રસ્તોની સંખ્યા અને તેમની હાલત અંગે વધુ સ્પષ્ટ વિગતો સામે આવી નથી. અકસ્માત બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

બ્લેક ફિલ્મવાળી કારનો અકસ્માત

અકસ્માતગ્રસ્ત કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવામાં આવેલી હોવાનું પણ સામે આવ્યું છે. એક તરફ કારની ઝડપ અને બીજી તરફ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી છે. હવે અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ અને કારમાં કેટલા લોકો સવાર હતા તે અંગે વધુ વિગતો બહાર આવવાની બાકી છે. 

આ પણ વાંચો :    Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *