અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર રાત્રે 9 વાગ્યા પછી ટ્રાફિક પોલીસ ગાયબ થઈ જતાં ખાનગી વાહનચાલકો બેફામ બન્યા છે. રક્ષાબંધનના આગલા દિવસે (27 ઓગસ્ટ) ઓગણજ ટોલટેક્સ અને વૈષ્ણોદેવી અંડરપાસ પાસે બે ઈકો ગાડીઓ છત પર 5થી 8 મુસાફરોને બેસાડીને બેફામ સ્પીડે જતી જોવા મળી હતી. આ ગાડીઓમાં અંદર પણ ઘેટાં-બકરાની જેમ મુસાફરો ભરેલા હતા. પોલીસ દ્વારા દંડ ન આપવાની સૂચના બાદ ટ્રાફિક નિષ્ક્રિય બનતાં લોકોના જીવ જોખમમાં મુકાયા છે. રાજસ્થાન પાસીંગની ઈકો પર સાતથી આઠ મુસાફરો
શહેરના સરદાર પટેલ રિંગરોડ પર રાત્રે બે ઈકો ગાડીના ચાલક દ્વારા મુસાફરોને ગાડીની ઉપર બેસાડીને લઈ જતા હોવા અંગેના વીડિયો સામે આવ્યા છે. રીંગરોડ પર ઓગણજ ટોલટેક્સ પાસે બોપલ તરફથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ ઉપર રાજસ્થાન પાસીંગની એક ઇકો ગાડીના ચાલક દ્વારા પાંચથી સાત મુસાફરોને ઉપર બેસાડવામાં આવ્યા હતા. ખૂબ જ જોખમી રીતે ઉપર બેસી અને તેઓ મુસાફરી કરી રહ્યા હતા. GJ 31 પાસિંગની ઈકોમાં ઘેટા-બકરાની જેમ મુસાફરો ભર્યાં
જ્યારે ત્રાગડ અંડર પાસ થઈને ઝુંડાલ તરફ પણ GJ 31 પાસિંગની એક ઇકો ગાડી જતી જોવા મળી હતી જેની ઉપર પણ સાતથી આઠ લોકો બેઠેલા હતા. ઇકો ગાડીના ચાલક દ્વારા ગાડી બેફામ રીતે પણ ચલાવવામાં આવતી હતી. જેના કારણે થઈને મુસાફરોનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. ઈકો ગાડી ના ચાલક દ્વારા વૈષ્ણોદેવી અંડર પાસથી ગાડી કાઢી અને સર્વિસ રોડ થઈને જતી જોવા મળી હતી. બંને ગાડીમાં આગળ અને પાછળ ઘેટાં બકરાની જેમ ભરેલા હતા અને ઉપર પણ મુસાફરોને જીવના જોખમે બેસાડ્યા હતા. જોખમી મુસાફરીને લઈ ચાલકો સામે કાર્યવાહી જરૂરી
ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. ખાનગી ગાડીઓ અને ટ્રાવેલ્સો વાળા રાત્રિના સમયે ટ્રાફિક ના નિયમોનો ભંગ કરતા હોય છે પરંતુ ટ્રાફિક પોલીસ રાત્રે 9:00 વાગ્યા બાદ રોડ ઉપર જોવા મળતી નથી. ટ્રાફિક પોલીસને રોડ પર વાહન ચાલકોને મેમો નહીં આપવાની સુચના બાદ હવે ટ્રાફિક પોલીસ સદંતર નિષ્ક્રિય થઈ ગઈ છે રોડ ઉપર પોલીસ જોવા મળતી નથી અને લોકોના જીવ પણ જોખમમાં મૂકાતાં હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
2 ઈકો ઉપર 7થી 8 લોકોની જીવના જોખમે મુસાફરી, VIDEO:શહેરમાં રાત્રિના સમયે ટ્રાફિક પોલીસ ગાયબ થતા ખાનગી વાહન ચાલકો બેફામ, SP રીંગ રોડ પરના વીડિયો સામે આવ્યા
📅 Published: August 28, 2026 |
📂 Category: gujarati-news
