ફેસ પેક સ્કિન કેર પ્રીપરેશન જેલની આડમાં દારૂની હેરાફેરી:રાજકોટ PCBને પાર્સલમાં આવેલો 2.65 લાખનો દારૂ ખોલવામાં કલાકો સુધી જહેમત ઉઠાવી પડી, મોકલનાર અને મંગાવનારની શોધખોળ શરૂ

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાર્સલમાં દારૂનો જથ્થો મોકલવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેને પોલીસે ઝડપી પાડતા હવે પાર્સલમાં પણ ટેક્નિકનો ઉપયોગ કરી દારૂ ઘુસાડવાની બુટલેગરની કોશિશને રાજકોટ શહેર PCBએ નાકામ બનાવી દીધી છે. પતરાંના ડબ્બાની અંદર દારૂના નાના-નાના ચપલા ભરી તેને મશીનથી પેક કરી વચ્ચે ભુસુ ભરાવી બાદમાં પાર્સલ કરેલા આ મોટા જથ્થાને ઝડપી પાડી પોલીસે 2.65 લાખનો દારૂ કબ્જે કરી સપ્લાયર અને રીસીવરની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બુટલેગરના આ નવા કીમિયાને પોલીસે નાકામ તો જરૂર બનાવ્યો છે પરંતુ પ્રથમ વખત આ મુજબનું પેકીંગ જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી અને એક એક ડબ્બામાંથી દારૂ કાઢવામાં કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી પડી હતી. રાજકોટ શહેર PCB ટિમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઢેબર રોડ પર રાજકમલ ફાટક પાસે શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સીમાં આવેલા પાર્સલમાં બુટલેગર દ્વારા વિદેશી દારૂનો જથ્થ મોકલવામાં આવ્યો છે જેથી સ્થળ પર પહોંચી તપાસ કરતા પાર્સલ સેના છે પૂછતાં ફેસ પેક સ્કિન કેર પ્રીપરેશન જેલ હોવાનું બિલમાં ઉલ્લેખ કરાયો હતો પરંતુ પોલીસને શંકા જતા ખોલી ચેક કરતા તેમાં એક બોક્સની અંદર 12 પતરાના ડબ્બા ભરાયેલા હતા અને ડબ્બાને હાથમાં લઇ જોતા અંદર શંકાસ્પદ વસ્તુ હોવાનું માલુમ થતા પોલીસે સ્થળ પર ડબ્બાને તોડી જોતા અંદરથી વિદેશી દારૂના 3 ચપલા મળી આવ્યા હતા. આ પછી પોલીસ દ્વારા ફેસ પેક સ્કિન કેર પ્રીપરેશન જેલ નામથી આવેલા તમામ પાર્સલ બોક્સ પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા તમામની અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં કુલ રૂ.2.65 લાખ કિંમતના 924 નંગ ચપલા મળી આવતા પોલીસે ખોટા બિલ બનાવી ખોટા પાર્સલ મારફત દારૂ ઘુસાડવા બદલ BNS કલમ 336(2), 340(2) અને પ્રોહીબીશનની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી દારૂના જથ્થાના સપ્લાયર અને રીસીવર અંગે શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ PCB ટિમ દ્વારા અગાઉ પાર્સલમાં આવેલ દારૂ ઘણી વખત ઝડપી પાડવામાં આવ્યો છે પરંતુ આ વખતે પાર્સલમાં પણ પોલીસ પકડી નહિ શકે તેવું વિચારી બુટલેગર દ્વારા ટેક્નિકનો ઉપયોગ કરી ડબ્બામાં દસરું ભરી તેમાં ભુસુ ભરી અને દારૂ ભરી દેવામાં આવ્યો હતો જેથી તેને બહારથી હાથમાં લઇ કદાચ હલાવવામાં આવે તો પણ દારૂ છે તેનો ખ્યાલ ન આવે. આ પછી જે રીતે કોઈ કલર કેમિકલના ડબ્બાને પેક કરવામાં આવે એ જ રીતે બન્ને સાઇડથી મશીનનો ઉપયોગ કરી પ્રેશર સાથે દારૂ ભરેલા ડબ્બા પેક કરી દેવામાં આવ્યા હતા જેને ખોલતા ખોલતા પોલીસને પણ પરસેવો છૂટી ગયો હતો અને કલાકોની જહેમત બાદ ડબ્બામાંથી દારૂ બહાર કાઢવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *