મલાલાનું પુસ્તક વાંચવા ભેગા થયેલા લોકોને માર માર્યો હોવાનો આક્ષેપ:CJP-કોંગ્રેસના કાર્યકરો બોડકદેવ ગાર્ડનમાં પુસ્તક વાંચવા બેસતા બજરંગદળ પહોંચ્યું, મારામારીનો વીડિયો વાઇરલ

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

થોડા સમય અગાઉ આનંદ નિકેતન સ્કૂલમાં મલાલા યુસુફના પુસ્તક વાંચવા બદલ વિવાદ થયો હતો જે બાદ CJP અને કોંગ્રેસના કાર્યકરો ગુરુવારે એ જ પુસ્તક વાંચવા બોડકદેવના સરકારી ગાર્ડનમાં ભેગા થયા હતા. જેની બજરંગ દળને જાણ થતા બજરંગદળના કાર્યકરોએ ગાર્ડનમાં પહોંચીને વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન બજરંગદળના કાર્યકરોએ CJP અને કોંગ્રેસના કાર્યકરોને માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે, જે બાદ મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી
બજરંગદળના કાર્યકરો પહોંચ્યા ત્યારે કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલા કેટલાક લોકો અને કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા ત્યાં હાજર હતા. આ તમામ લોકો સાથે બજરંગદળના કાર્યકરોની બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ ત્યાં હાજર લોકો પૈકી કેટલાક લોકોને માર માર્યાના આક્ષેપ છે. બનાવની જાણ થતા વસ્ત્રાપુર પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી. કોંગ્રેસે બજરંગદળના કાર્યકરો સામે પોલીસ ફરિયાદની માગ કરી
પોલીસ ઘટનાસ્થળેથી તમામને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈને આવી હતી. કોંગ્રેસ દ્વારા બજરંગદળના કાર્યકરો પર આક્ષેપ કરવામાં આવ્યા છે અને પોલીસ ફરિયાદની માગ કરવામાં આવી છે. ‘મલાલાનું પુસ્તક કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ બતાવે છે’
બજરંગદળના નેતા જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે મલાલાનું પુસ્તક ન વાંચવું જોઈએ કારણ કે, તે કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ માને છે. આ વ્યક્તિ દેશ વિરોધી જ કહેવાય જેથી દેશ વિરોધી વ્યક્તિનું પુસ્તક વાંચનારને અમે રોકીશું. અગાઉ સ્કૂલમાં વિવાદ થયો તો સ્કૂલે તે પુસ્તક બંધ કર્યું હવે કોંગ્રેસ અને CJP નિર્દોષ લોકોને આ પુસ્તક વંચાવે છે જે અમે બંધ કરાવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *