મોરબીમાં દારૂ ભરેલું વાહન ઝડપાયું:સિલ્વર પાર્ક સોસાયટી પાસેથી વાહનમાં દારૂની 1092 બોટલ મળી આવી, આરોપી ફરાર

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

મોરબીના સિલ્વર પાર્ક સોસાયટી પાસેથી એક સુપરકેરી વાહનમાંથી વિદેશી દારૂની 1092 બોટલ ઝડપાઈ છે. એલસીબીની ટીમે દારૂ અને વાહન સહિત કુલ રૂ. 11.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આરોપી વાહન છોડીને ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ પોલીસે શરૂ કરી છે. મોરબી જિલ્લા એલસીબીની ટીમને જૂના ઘૂટું રોડ પર આવેલી સિલ્વર પાર્ક સોસાયટી પાસે એક સુપરકેરી માલવાહક ગાડી પાર્ક કરેલી હોવાની અને તેમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસે વાહનની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1092 બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 8,21,292 અને વાહનની કિંમત રૂ. 3 લાખ મળીને કુલ રૂ. 11,21,292 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ વાહન મૂકીને નાસી ગયેલા અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં જેમના નામ ખુલશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ એસ.પી. જાડેજાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *