Baba Ramdevએ કંગના રનૌતને મોકલી રાખડી, કહ્યું- 'વિવાદને સંવાદથી ખતમ કરીશું, હું ફોન પણ કરીશ..'

📅 Published: August 28, 2026 | 📂 Category: India National

યોગ ગુરુ બાબા રામદેવે અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌતને રાખડી મોકલી છે. થોડા દિવસો પહેલાં બાબા રામદેવ અને કંગના રનૌત વચ્ચે બોલાચાલી સામે આવી હતી. બંનેએ એકબીજા પર આરોપ લગાવ્યા હતા. આ દરમિયાન બાબા રામદેવે કહ્યું કે જો બંને વચ્ચે કોઈ વિવાદ છે તો તેઓ વાતચીત દ્વારા તેને ખતમ કરવા માગે છે. તેમણે કહ્યું કે તેઓ આજે કંગનાને ફોન પણ કરશે.

બાબા રામદેવે વિવાદ ભૂલવાની કરી પહેલ

યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું, હું આ ભેટ અને મીઠાઈઓ આપણી બહેન કંગના રનૌતને પોસ્ટ દ્વારા મોકલી રહ્યો છું. દેશમાં કોઈપણ કારણસર નફરત ન હોવી જોઈએ અને એકબીજા પ્રત્યે કોઈ દુશ્મની ન હોવી જોઈએ. તેથી અમે તમામ દુશ્મની સંપૂર્ણપણે છોડી દીધી છે. કોઈપણ ઝઘડો વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. આજે હું કંગનાને પણ ફોન કરીશ.

બાબા રામદેવે કહ્યું કે તેઓ બહેન કંગનાને ભેટ અને મીઠાઈ મોકલી રહ્યા છે, જેથી સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે. તેમણે કહ્યું કે ઘણી એવી વાતો હોય છે જે આપણે વાતવાતમાં બોલી જઈએ છીએ, પરંતુ આજે હું એ બધી વાતોનો અંત લાવી રહ્યો છું, જેથી આપણે આગળ પ્રેમથી આગળ વધી શકીએ.

કંગના સાથે શું છે વિવાદ?

તાજેતરમાં બાબા રામદેવે કરેલી વાતનો કંગના રનૌતે જવાબ આપ્યો હતો. બાબા રામદેવે કંગના રનૌતના ગટરની ભાષા જેવા નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, બાબાજી, દિવસ દરમિયાન મારી યુવાની કે બેડરૂમનાં સપનાં ન જુઓ. કોઈ માત્ર અફવા અને ચુગલીના આધારે અનુમાન લગાવી શકે છે. ઓછામાં ઓછું મને ક્યારેય સુપ્રીમ કોર્ટ તરફથી ખોટા અને છેતરપિંડીભર્યા તબીબી અસરના દાવા માટે ઠપકો મળ્યો નથી, જે પાકા તથ્યો પર આધારિત છે, અનુમાન પર નહીં. તેથી મને ચારિત્ર્ય વિશે શીખવશો નહીં. મારું ચારિત્ર્ય તમારા કરતાં ઘણું સારું છે. મારા પર કોઈ છેતરપિંડીનો આરોપ લાગ્યો નથી. બાબા રામદેવે થોડા દિવસ પહેલાં સરકારી નોકરીની ભરતીમાં ગેરરીતિઓ અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો પરિસ્થિતિ નહીં સુધરે તો એવું ન બને કે તેમને ફરી એક આંદોલન કરવું પડે.

આ પણ વાંચો-VIRAL VIDEO : નેપાળના પૂરમાં વહીને આવ્યા સોનાના દાગીના, જેને મળ્યા તેણે કહ્યું- ‘પાછા લઈ જાઓ!’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *