Ahmedabad Police Commissionerનો માસ્ટર પ્લાન, 400થી વધુ ગુનેગારો સામે પાસા અને કેમિકલ ગોડાઉનોમાં ચેકિંગ

📅 Published: August 28, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા તેમજ ગુનાખોરી પર લગામ કસવા માટે પોલીસ કમિશનરે એક મોટો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ શહેરને સુરક્ષિત રાખવા અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી જાય તે માટે પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ આખરી ઓપ આપી દીધો છે.

400 થી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર: ટૂંક સમયમાં જ પાસા હેઠળ કાર્યવાહી

અમદાવાદ પોલીસ કમિશનરના આદેશથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા 400 થી વધુ આરોપીઓનું ખાસ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. વ્યાજખોરી, શરીર સંબંધી ગુનાઓ, મહિલાઓની છેડતી અને લૂંટ-ધાડ જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે પોલીસ પાસાનું શસ્ત્ર ઉગામશે. ટૂંક સમયમાં જ આ તમામ આરોપીઓને જેલભેગા કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ શહેર પોલીસ એલર્ટ મોડ પર

ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે તમામ ઉચ્ચ અધિકારીઓને સતર્ક રહેવાની કડક સૂચના આપી છે. અમદાવાદ શહેરમાં ગેરકાયદે દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે દારૂબંધીની નીતિનું કડકપણે પાલન કરાવવા પોલીસ બેડાને સ્પષ્ટ આદેશો આપી દેવાયા છે.

કેમિકલના ગોડાઉનોનું સતત ચેકિંગ અને બુટલેગરો પર વોચ

ઝેરી રસાયણો કેમિકલ માફિયાઓના હાથમાં ન જાય તે માટે અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ કેમિકલના ગોડાઉનોમાં સતત ચેકિંગ હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભૂતકાળમાં દારૂના ધંધામાં સંડોવાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા બુટલેગરો પર પોલીસ દ્વારા સઘન નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો – Ahmedabad: અમિત શાહે ટાઇપ-1 ડાયાબિટીસગ્રસ્ત દીકરીઓ પાસે રાખડી બંધાવી આપી આજીવન મફત ઇન્સ્યુલિનની ભેટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *