Surat: અમરોલીના 26.37 કિલો ગાંજા કેસમાં આરોપી બિરેન્દ્રકુમાર ગુપ્તાને 10 વર્ષની જેલ, 1 લાખ દંડ

📅 Published: August 28, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં નશાકારક પદાર્થો અને ડ્રગ્સની હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે કોર્ટે એક મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2025માં ગેરકાયદેસર રીતે ગાંજાનો મોટો જથ્થો રાખીને હેરાફેરી કરતા આરોપી બિરેન્દ્રકુમાર લલ્લુરામ ગુપ્તાને પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

સુરત કોર્ટનો કડક ચુકાદો

પોલીસે આરોપીના કબજામાંથી 26.379 કિલોગ્રામ ગાંજો, જેની બજાર કિંમત રૂ. 2,63,790 થવા જાય છે, તે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે અમરોલી પોલીસે આરોપી વિરુદ્ધ ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની વિધિવત ધરપકડ કરી હતી. અમરોલી પોલીસ દ્વારા કેસની ઊંડાણપૂર્વક તપાસ કરીને નામદાર સેશન્સ કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. કેસની આખરી સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો અને પોલીસ દ્વારા એકત્ર કરાયેલા પંચનામા, એફએસએલ (FSL) રિપોર્ટ અને તકનીકી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

NDPS એક્ટ હેઠળ કોર્ટે સજા સંભળાવી 

નામદાર કોર્ટે રજૂ થયેલા તમામ દસ્તાવેજી પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીઓને ગ્રાહ્ય રાખી આરોપી બિરેન્દ્રકુમાર લલ્લુરામ ગુપ્તાને એનડીપીએસ એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. સમાજમાં નશીલા પદાર્થોનું દૂષણ અટકાવવા માટે કોર્ટે આરોપીને 10 વર્ષની આકરી કેદની સજા અને રૂ. 1,00,000નો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો: Amreli: નેપાળના ભયાનક પૂરમાં જાફરાબાદ ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોટીબાપુ સંપર્ક વિહોણા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *