સુરત ઉદ્યોગજગતમાં શોકની લહેર:જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્રભાઈ કતારગામવાળાનું નિધન, ડેપ્યુટી CM હર્ષ સંઘવી સહિત અગ્રણીઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને અગ્રણી સામાજિક આગેવાન મહેન્દ્રભાઈ નાથુભાઈ કતારગામવાળાનું 76 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમના દેહત્યાગના સમાચારથી સમગ્ર સુરત શહેર અને ઉદ્યોગજગતમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવી તેમજ શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો અને અગ્રણી શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સદ્ગતને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વેપાર અને જનસેવાના ક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન
મહેન્દ્રભાઈ કતારગામવાળા ‘ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ના પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા હતા. તેમણે વેપાર-ઉદ્યોગના વિકાસની સાથે વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં પણ વર્ષો સુધી સક્રિય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, શહેરની અનેક હોસ્પિટલોમાં ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા આપીને તેમણે આરોગ્ય ક્ષેત્રે સામાન્ય જનતા માટે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. અશ્વિનીકુમાર સ્મશાન ઘાટ ખાતે અંતિમ સંસ્કાર
તેઓ લાંબા સમયથી માંદગીથી પીડાતા હોવાથી પહેલા મુંબઈ અને ત્યારબાદ સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બપોરે તેમના વરાછા ભક્તિબાગ, ઢોળીકુઈ ખાતેના નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રા અશ્વિનીકુમાર સ્મશાન ઘાટ પહોંચી હતી, જ્યાં સ્વજનો અને ઉદ્યોગ-સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમના પંચમહાભૂતમાં વિલીન થવાની અંતિમ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *