Vadodara સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી, AAP ધારાસભ્ય ચૈતર વસાવાને બહેને બાંધી રાખડી

📅 Published: August 28, 2026 | 📂 Category: Baroda

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષણના પ્રતીક સમાન રક્ષાબંધનના પર્વ નિમિત્તે વડોદરા સેન્ટ્રલ જેલમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને તેમની બહેને જેલમાં જઈને રાખડી બાંધી હતી. તહેવારના દિવસે ભાઈથી દૂર ન રહી શકતા બહેન ખાસ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં બંને ભાઈ-બહેન વચ્ચે ભાવુક મુલાકાત યોજાઈ હતી.

ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરી

જેલમાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન બહેને પ્રેમપૂર્વક ધારાસભ્ય ચૈતર વસાવાના કાંડે રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને તેમના મોં મીઠું કરાવીને દીર્ઘાયુ તેમજ ઉત્તમ સ્વાસ્થ્ય માટે ઈશ્વર પાસે મંગળ પ્રાર્થના કરી હતી. જેલના સળિયા પાછળ પણ ભાઈ-બહેનના પવિત્ર સંબંધ અને સ્નેહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. બહેન પાસેથી રક્ષાસૂત્ર બંધાવતા ધારાસભ્ય ચૈતર વસાવા પણ અત્યંત ભાવુક બની ગયા હતા.

રક્ષાબંધન નિમિત્તે જેલ પ્રશાસન દ્વારા કરાઈ ખાસ વ્યવસ્થા

રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા સેન્ટ્રલ જેલ પ્રશાસન દ્વારા કેદીઓ અને તેમના પરિજનોની મુલાકાત માટે ખાસ સુવિધા અને વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જેથી જેલમાં બંધ કેદીઓ પણ પોતાની બહેનો પાસેથી રાખડી બંધાવીને તહેવારની ઉજવણી કરી શકે. જેલ પ્રશાસનના સહયોગથી યોગ્ય સુરક્ષા અને નિયમોનુસાર યોજાયેલી આ મુલાકાતથી પરિવારજનો અને કેદીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.

આ પણ વાંચો : Navsari News : PM મોદીના નવસારી પ્રવાસને લઈ ઉત્સાહ, C.R. પાટીલ અને હર્ષ સંઘવીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *