સંતરામપુર જેલમાં કેદીઓને બહેનોએ બાંધી રાખડી:ભાઈ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની કરાઈ ઉજવણી

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

મહિસાગર જિલ્લામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત સંતરામપુર સબ જેલ ખાતે પણ વિશેષ આયોજન કરાયું હતું. જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને તેમની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વ મનાવ્યું હતું. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે સંતરામપુર સબ જેલ પહોંચી હતી. જેલની ચાર દિવાલો વચ્ચે રહેલા કેદીઓ માટે આ મુલાકાત મહત્વપૂર્ણ રહી હતી. બહેનોએ પોતાના ભાઈઓના હાથ પર રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી અને તેમના સુખી જીવન તથા સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. લાંબા સમય બાદ ભાઈ-બહેન વચ્ચે આ મુલાકાત થઈ હતી. કેદીઓ માટે પણ રક્ષાબંધનનો આ પ્રસંગ પરિવાર સાથેના સંબંધોની યાદ અપાવનારો રહ્યો. બહેનના હાથે બંધાયેલી રાખડી અને ખવડાવેલી મીઠાઈથી જેલનું વાતાવરણ પણ સામાન્ય દિવસો કરતાં અલગ બન્યું હતું. આ પ્રકારે સંતરામપુર સબ જેલ ખાતે ભાઈ-બહેનના પવિત્ર સંબંધો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *