India News: રજૌરીમાં LOC નજીક ઘૂસણખોરીનો પ્રયાસ, સેનાએ ફાયરિંગ કરતાં જ ઘૂસણખોરો ભાગ્યા

📅 Published: August 28, 2026 | 📂 Category: India National

જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ નજીક ભારતીય સેનાએ ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.રુમલીધારા વિસ્તારમાં સરહદ પારથી થઈ રહેલી શંકાસ્પદ હિલચાલ પર જવાનોની નજર પડતાં જ સેનાએ ઘૂસણખોરોને ઘેરી લીધા હતા.જવાનોએ પડકાર ફેંકતાં ઘૂસણખોરોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો પરંતુ સેનાએ ત્વરિત અને જડબાતોડ જવાબી ક્વાયત હાથ ધરતા ઘૂસણખોરો પાછા ભાગી જવા મજબૂર બન્યા હતા.ઘૂસણખોરો ભાગી છૂટ્યા બાદ સેનાએ તાત્કાલિક સમગ્ર રુમલીધારા અને આસપાસના જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો. 

લશ્કરી ટુકડીઓ તૈનાત કરવામાં આવી

આતંકીઓ ક્યાંક છુપાયેલા હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જવાનો દ્વારા ઘનઘોર જંગલો અને પહાડી માર્ગોની બારીકાઈથી તપાસ કરાઈ રહી છે.સ્થિતિની ગંભીરતાને જોતાં વિસ્તારમાં વધારાની લશ્કરી ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે અને ભાગવાના સંભવિત રસ્તાઓ પર ડ્રોન અને અત્યાધુનિક સાધનોથી નજર રાખવામાં આવી રહી છે.સુરક્ષા દળો હાલ એ બાબતની તપાસ કરી રહ્યા છે કે આ ઘૂસણખોરીમાં કેટલા આતંકીઓ સામેલ હતા અને તેમની પાસે કયા પ્રકારના હથિયારો હતા. 

સેના સતત હાઈ એલર્ટ પર રહે છે

રાજૌરી વિસ્તાર લાઈન ઓફ કંટ્રોલની સાવ નજીક હોવાથી વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.આ વિસ્તારમાં અગાઉ પણ સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસો થતા રહ્યા છે, જેથી સેના સતત હાઈ એલર્ટ પર રહે છે. સદનસીબે, સેનાના જવાનોની સમયસૂચકતા અને સતર્કતાને કારણે સરહદ પારથી થતો આ મોટો નાપાક પ્રયાસ સમયસર નિષ્ફળ બનાવાયો છે.હાલમાં સમગ્ર ક્ષેત્રમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે અને સુરક્ષા દળોએ પરિસ્થિતિ પર પૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.

આ પણ વાંચોઃ Gymમાં કસરત દરમિયાન ડૉક્ટરનું અચાનક મોત, CCTV વીડિયો સામે આવ્યો, જાણો યુવાનોમાં હાર્ટ ડિઝીઝના કારણો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *