Godhra: ખાતે બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત પરિવર્તિત કાર્યક્રમ યોજાયો

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

રક્ષાબંધન અને બળેવના પવિત્ર તહેવાર ને લઇને ગોધરા શહેરના બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત પરિવર્તિતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉમટયા હતા અને પવિત્ર યજ્ઞોપવિત બદલી હતી. યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ મોટાભાગે સમૂહમાં કરાતો હોય છે. પ્રતિ વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગોધરા દ્વારા યજ્ઞોપવિત પરિવર્તન કરવા માટે પ્રાચીન અંક્લેશ્વર મહાદેવ ખાતે આયોજન કરાયું હતું. જેમાં વિદ્વાન અને કર્મઠ બ્રાહ્મણો દ્વારા વૈદિક રીતે પૂજન અર્ચન, તર્પણ કરાવી નૂતન યજ્ઞોપવિત ભૂદેવો એ ધારણ કરી હતી.

આ નૂતન યજ્ઞોપવિત પરિવર્તન કરવા મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફ્ળ બનાવવા પ્રકાશ દીક્ષિત, કુણાલ ત્રિવેદી, કકુલ પાઠક, વિનાયક શુક્લા, હિતેશ ભટ્ટે જહેમત ઉઠાવી હતી, યજ્ઞોપવિત પરિવર્તન પછી સહકુટુંબ બ્રહ્મ ભોજન કરાવાયું હતું. ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા પણ દશા શ્રીમાળીની વાડી ખાતે સમાજબંધુઓ દ્વારા યજ્ઞોપવિત પરિવર્તન અને બ્રહ્મભોજન યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ શૈલેષભાઇ ઠાકરે તમામ બ્રહ્મબંધુઓને બળેવ પર્વની શુભકામનાઓ પાઠવી નેપાળની દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *