6 વર્ષની બાળકી ધ્વનીને બાઇકની ટક્કર વાગતાં મોત:માણેજામાં ચાલવા નીકળેલા 3ને બાઈકની ટક્કર, બાળકીનું મોત, માતા-બહેન ગંભીર

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

ગુરુવારે સાંજે માણેજા ક્રોસિંગ પાસે બાઈક ચાલકે માતા અને 2 પુત્રીને અડફેટે લેતા 6 વર્ષીય પુત્રીનું મોત થયું હતું, 2 વર્ષની દીકરી અને માતાની હાલત નાજુક છે. ફોફળિયા રહેતો ભાઈ રક્ષાબંધને જવાનો હોવાથી રક્ષાબંધનના આગલા દિવસે દુમાડના મોટા ફળિયામાં રહેતા જૈમીનાબહેન અને તેમની 2 દીકરીઓ 6 વર્ષીય ધ્વની અને 2 વર્ષીય મિષ્ટિ ગુરુવારે માણેજા વનરાજ કોમ્પ્લેક્ષમાં રહેતા દાદાના ઘરે ગયા હતા. સાંજે 8.30 કલાકે જૈમીનાબહેન દીકરીઓને લઈને ચાલવા ગયા હતા. માણેજા ક્રોસિંગ તરફથી બાઈક પૂરઝડપે આવી હતી અને ત્રણેયને અડફેટે લેતાં ત્રણેય ઘાયલ થયા હતા. માતા-પુત્રીઓને હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં 6 વર્ષની ધ્વનીને તબીબોએ મૃત જાહેર કરી હતી. જૈમીનાબેનને હાબા પગે અને હાથે ફ્રેક્ચર અને મિષ્ટી પણ ઘાયલ હોવાથી સારવાર હેઠળ છે. જૈમીનાબેનના પતિ જીગરભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચાલક 19 વર્ષીય મોહિત પટેલની ધરપકડ કરી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા. પોલીસે બાઇક ચાલક મોહિત પટેલની ધરપકડ કરી હતી. લોકોએ કહ્યું કે, બાઈકની સ્પીડ 80થી 100ની વચ્ચે હતી. મોટી દિકરીના મોતથી માતા અજાણ, નાની પુત્રીની હાલત હજુ પણ નાજુક
જૈમીનાબેનની હાલત નાજુક છે. તેમની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલુ છે, તેમને હોશ આવ્યો નથી. જૈમીનાબહેનને જાણ નથી કે તેમની મોટી દીકરી ધ્વનીનું અકસ્માતમાં મોત થઈ ચૂક્યું છે. પરિવારે ધ્વનીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *