ઊંઝા શહેરમાં છીપાવાડાથી ગાંધીચોક તરફ જતા રોડ પર એક મોટરસાયકલ ચાલકે સાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સાયકલ ચાલકને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝાના હરિપુરા દૂધલી દેશ ખાતે રહેતા 65 વર્ષીય ગોવિંદભાઈ ચતુરભાઈ રાવળ ગઈકાલે સાંજે સાયકલ લઈને બજારમાં જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક મોટરસાયકલ ચાલકે તેમની સાયકલને ટક્કર મારી હતી. ટક્કર વાગતા ગોવિંદભાઈ સાયકલ પરથી નીચે પટકાયા હતા અને તેમને જમણા પગે ફ્રેક્ચર થયું હતું. અકસ્માત સર્જી મોટરસાયકલ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ઊંઝા પોલીસે ગોવિંદભાઈના નિવેદનના આધારે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા બજારમાં મોટરસાયકલની ટક્કરથી વૃદ્ધને ઇજા:અજાણ્યા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
