રસ્તા પર અચાનક કાર ઉભી રહી ગઈ. 21 સેકન્ડ સુધી ઉભી રહ્યા બાદ કારની પાછળની સીટમાં બેઠેલી મહિલાએ દરવાજો ખોલ્યો. આ જ સમયે રોડ પર કારની પાછળની સાઈડથી આવતા મોપેડ સવાર આધેડ દરવાજા સાથે જોરદાર અથડાયા અને ભયાનક રીતે નીચે પટકાયા. થોડીવાર માટે આધેડ ઉભા જ ન થઈ શક્યા. આ હચમચાવી દેતી ઘટના બની હતી સુરતના નાનપુરા વિસ્તારમાં. ઘટના બન્યા સમયે તો આધેડને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે ચાર દિવસની સારવાર બાદ આજે 29 ઓગસ્ટે મોપેડ સવાર 56 વર્ષીય મોહમ્મદ અમીન ઉસ્માનગણીનું મોત થયું છે. મોહમ્મદ અમીન મોપેડ લઈને દુકાને જવા નીકળ્યા
નાનપુરા વિસ્તારમાં રિવર પાર્ક એપાર્ટમેન્ટમાં મોહમ્મદ અમીન ઉસ્માનગણી શેખ પોતાના પરિવાર સાથે રહેતા હતા. 25 ઓગસ્ટે મંગળવારે બપોરના સમયે મોહમ્મદ અમીન રાબેતા મુજબ પોતાનું મોપેડ લઈને દુકાને જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે રંગઉપવન પાસેથી પસાર થઈ રહ્યા હતા. જ્યાં થોડીવાર પહેલા જ એક સફેદ રંગની કાર રોડની સાઈડમાં અચાનક ઉભી રહી હતી. મહિલાએ કારનો દરવાજો ખોલ્યોને મોપેડની ટક્કર
આ કાર ઉભી રહ્યાની 21 સેકન્ડ પછી પાછળની સીટ પર બેઠેલી મહિલા અચાનક જ કારનો દરવાજો ખોલી દે છે. બરાબર એ જ સમયે મોપેડ પર પસાર થઈ રહેલા મોહમ્મદ અમીન આ ખુલેલા દરવાજા સાથે ધડાકાભેર અથડાઈ છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ પરથી ઉછળીને મોહમ્મદ અમીન રસ્તા પર પટકાય છે. એટલું જ નહીં CCTVમાં જોઈ શકાય છે કે તેમના માથામાંથી લોહી વહી રહ્યું હતું. કારમાંથી મહિલા સહિત બે વ્યક્તિ નીચે ઉતર્યાં
ઘટનાસ્થળે આસપાસના દુકાનદારો અને રસ્તેથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. જો કે આ તમામની વચ્ચે ઘટના બન્યાની 10 સેકન્ડ બાદ ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો વ્યક્તિ કારમાંથી નીચે ઉતરે છે. અને આધેડની સ્થિતિ જુએ છે. એ બાદ જે મહિલાએ દરવાજો ખોલ્યો હતો એ પણ કારમાંથી નીચે ઉતરે છે. બંને લોકો થોડીવાર આધેડની સ્થિતિ જોઈને ફરીથી પોતાની કાર તરફ જાય છે. લોકોએ દોડી આવીને મદદ કરી હોસ્પિટલ ખસેડ્યા
તો આ તરફ અન્ય બે લોકો આધેડને જમીન પર પટેકાયેલી હાલતમાંથી બેઠા કરવાનો પ્રયાસ કરે છે. એ જ સમયે આસપાસના લોકોએ માનવતા દાખવીને રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા આધેડને ઊંચકીને રસ્તાની સાઈડમાં ખસેડ્યા હતા. જે બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોહમ્મદ અમીનને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ આજે મોહમ્મદ અમીનનું મોત
જો કે, તેમની ઈજા અત્યંત ગંભીર હોવાથી સારવાર બાદ આજે સવારે તેમનું કરુણ મોત નિપજ્યું હતું. ત્યારે પરિવારમાં ભારે શોક છે. આ સમગ્ર મામલે પોલીસે કારમાં બેઠેલા જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાએ કારનો દરવાજો ખોલતા જ મોપેડ અથડાયું, મોતના CCTV:આધેડ પટકાતા માથાના ભાગેથી લોહીનો રેલો ચાલ્યો, સુરતમાં રોંગ સાઇડમાં દરવાજો ખુલતા અકસ્માત
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
