ગીતા મંદિર પાસે રોંગ સાઈડમાં જતા એક્ટિવાનો રિક્ષા સાથે અકસ્માત:ધો-10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત, એક્ટિવા ચાલક ખાલિદ શેખ સામે ગુનો નોંધાયો

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના ગીતામંદિર આરોગ્ય ભવન પાસે પુરઝડપે અને રોંગ સાઈડમાં આવી રહેલા એક એક્ટિવા અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 15 વર્ષીય સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. રોંગ સાઈડમાં જતા એક્ટિવાનો અકસ્માત
જમાલપુરમાં રહેતા અને લોન્ડ્રીનું કામ કરતા ઉમરભાઈ મેડીવાલાનો 15 વર્ષીય પુત્ર જેદ, જે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તે 3 ઓગસ્ટે ખાલિદ હુસેન શેખની એક્ટિવા પાછળ બેસીને સ્વિમિંગ શીખવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ગીતામંદિરથી આસ્ટોડિયા તરફ રોંગ સાઈડમાં જતી વખતે આરોગ્ય ભવનના ગેટ પાસે તેમની એક્ટિવા રિક્ષા સાથે જોરથી અથડાઈ હતી. ધો-10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત
આ અકસ્માતમાં એક્ટિવા સવાર બંને અને રિક્ષાચાલક મોઈન શેખ સહિત ત્રણેયને ગંભીર ઈજા પહોંચતા તુરંત હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન જેદનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે કે-ડિવિઝન ટ્રાફિક પોલીસે એક્ટિવા ચાલક ખાલિદ શેખ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *