મોદી 4 વર્ષ પછી સેન્ટ્રલ એશિયાના પ્રવાસે રવાના:પહેલા ઉઝબેકિસ્તાન જશે, પછી કિર્ગિસ્તાનમાં SCO સમિટમાં ભાગ લેશે; જિનપિંગ-પુતિન સાથે મુલાકાત શક્ય

📅 Published: August 29, 2026 | 📂 Category: International

પીએમ મોદી શનિવારે સવારે બે દેશો માટે દિલ્હીથી રવાના થયા. તેમનો આ ચાર દિવસનો પ્રવાસ હશે. પહેલા તેઓ ઉઝબેકિસ્તાન જશે અને પછી કિર્ગિસ્તાનનો પ્રવાસ કરશે. પીએમ ચાર વર્ષ પછી સેન્ટ્રલ એશિયાના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની 26મી સમિટમાં પણ ભાગ લેશે. આ દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. ઉઝબેકિસ્તાન પ્રવાસ: પીએમની દ્વિપક્ષીય વાતચીત, લાલ બહાદુર સ્મારકની પણ મુલાકાત લેશે મોદી 29-30 ઓગસ્ટના રોજ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં રહેશે. વડાપ્રધાન તરીકે આ તેમનો ચોથો ઉઝબેકિસ્તાન પ્રવાસ હશે. તાશ્કંદમાં મોદી અને રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ વચ્ચે બેઠક યોજાશે. તેમાં વેપાર, રોકાણ, સંરક્ષણ, ઊર્જા, શિક્ષણ અને પરસ્પર સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં ભારતના વિકસિત ભારત 2047 અને ઉઝબેકિસ્તાન-2030 વિઝન હેઠળ સહયોગ વધારવાના નવા રસ્તાઓ પર પણ વાત થશે. મોદી તાશ્કંદમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્મારક અને મહાત્મા ગાંધી સેન્ટરની પણ મુલાકાત લઈ શકે છે. કિર્ગિસ્તાન પ્રવાસ: મોદી SCO સમિટમાં સામેલ થશે, જિનપિંગ-પુતિન સાથે મુલાકાત ઉઝબેકિસ્તાન પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં રહેશે. અહીં તેઓ SCOની 26મી સમિટમાં ભાગ લેશે. ભારત 2017થી SCOનું પૂર્ણ સભ્ય છે. સમિટમાં સુરક્ષા, આતંકવાદ, વેપાર, કનેક્ટિવિટી અને આર્થિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. સમિટ દરમિયાન મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અન્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત થઈ શકે છે. મોદી બિશ્કેકમાં યોજાનાર 6ઠ્ઠા વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ સામેલ થશે. ભારત માટે શા માટે મહત્વપૂર્ણ છે આ પ્રવાસ; 4 પોઈન્ટ 1. ખનિજોનો ભંડાર: ભારત લાંબા સમયથી મધ્ય એશિયાના દેશો સાથે પોતાના સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મધ્ય એશિયા તેલ, ગેસ, યુરેનિયમ અને અન્ય મહત્વપૂર્ણ ખનિજોનો મોટો ભંડાર છે. 2. ઊર્જા જરૂરિયાત: ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે આ ક્ષેત્રના દેશો સાથે સહયોગ વધારવા માગે છે. 3. નવા બિઝનેસ રૂટ: ભારત મધ્ય એશિયાના દેશો સાથે વેપાર પણ વધારવા માગે છે. તેના માટે તે નવા વેપાર અને પરિવહન માર્ગો વિકસાવવા પર કામ કરી રહ્યું છે. 4. આતંકવાદ વિરુદ્ધ અભિયાન: અફઘાનિસ્તાનની સ્થિતિ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર પણ ભારત આ દેશો સાથે સહયોગ વધારી રહ્યું છે. ઉઝબેકિસ્તાન સાથે જોડાયેલી 5 ખાસ વાતો 1. ડબલ-લેન્ડલોક્ડ દેશ
ઉઝબેકિસ્તાન સમુદ્રથી સંપૂર્ણપણે કપાયેલું છે. તેના બધા પડોશી દેશો પણ લેન્ડલોક્ડ છે. દુનિયામાં આવા દેશોની સંખ્યા ખૂબ ઓછી છે. 2. સમરકંદનો ભવ્ય ઇતિહાસ
લગભગ 2700 વર્ષ જૂનું સમરકંદ ક્યારેક સિલ્ક રૂટનું મુખ્ય શહેર હતું. એશિયા અને યુરોપ વચ્ચે વેપાર કરનારાઓ અહીંથી પસાર થતા હતા. 3. સોનાનો મોટો ઉત્પાદક
ઉઝબેકિસ્તાન વિશ્વનો 10મો સૌથી મોટો સોનાનો ઉત્પાદક દેશ છે. અહીં આવેલી મુરુન્તાઉ (Muruntau) વિશ્વની સૌથી મોટી ઓપન-પિટ સોનાની ખાણોમાંની એક છે. 4. બાબરની જન્મભૂમિ
મુઘલ સામ્રાજ્યના સ્થાપક બાબરનો જન્મ 1483માં અંદીજાન શહેરમાં થયો હતો. બાબર પછી કાબુલ થઈને ભારત આવ્યો અને 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ જીતીને મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. વડાપ્રધાન મોદીના છેલ્લા 3 ઉઝબેકિસ્તાન પ્રવાસો 2015: વડાપ્રધાન બન્યા પછી મોદી પહેલીવાર ઉઝબેકિસ્તાન પહોંચ્યા હતા. આ પ્રવાસમાં બંને દેશોએ વેપાર, ઊર્જા અને સુરક્ષા સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. 2016: મોદી તાશ્કંદમાં SCO સમિટમાં સામેલ થયા હતા. આ જ સંમેલન દરમિયાન ભારતને સંગઠનની પૂર્ણ સદસ્યતા આપવાની પ્રક્રિયા આગળ વધી હતી. ભારત 2017માં SCOનું પૂર્ણ સદસ્ય બન્યું. 2022: મોદી સમરકંદમાં SCO સમિટમાં સામેલ થયા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું હતું કે, ‘આજનો યુગ યુદ્ધનો નથી.’ તેમનું આ નિવેદન દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *