અમદાવાદના આંબાવાડી એપાર્ટમેન્ટ ખાતે છેલ્લા 20 વર્ષથી એક અનોખી પરંપરા જળવાઈ રહી છે. સ્વ. પુષ્પવદન દેસાઈ (મોસાળ ગ્રુપ)ના 20થી વધુ કુટુંબના 40થી વધુ સભ્યો દર વર્ષે એકસાથે રક્ષાબંધનનું પર્વ ઉજવે છે. આ ઉજવણીનું આયોજન વર્ષાબેન દેસાઈ, અલ્પા દેસાઈ અને ઉજ્જવલ દેસાઈ દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં 1 વર્ષના નવીશથી માંડીને 75 વર્ષના વડીલ ક્ષિતિજ ઠાકોર સુધીના સૌ કોઈ ઉત્સાહભેર ભાગ લે છે. અમદાવાદ, વડોદરા અને સુરત જેવા અલગ-અલગ શહેરોમાં વસતા હોવા છતાં, રક્ષાબંધનના દિવસે સૌ કુટુંબીજનો એક છત નીચે એકત્ર થાય છે. આજના સમયમાં સંયુક્ત કુટુંબ ભાવનાનું આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વધુમાં, વિદેશમાં સ્થાયી થયેલા કુટુંબીજનો પણ વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાય છે. આ રીતે દેશ-વિદેશમાં રહેતો સમગ્ર પરિવાર એક તાંતણે બંધાયેલો રહે છે.
અમદાવાદમાં રક્ષાબંધન પર્વની ઉજવણી:છેલ્લા 20થી વધુ પરિવારના 40થી વધુ સભ્યોની રક્ષાબંધન પર્વ ઉજવણીની અનોખી પરંપરા
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
