Surat: ઉધનામાં આધેડ કોન્ટ્રાક્ટરે બે સગીરાઓ પર દુષ્કર્મ આચર્યું, જાનથી મારી નાખવાની ધમકી આપી

📅 Published: August 29, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના ઉધના વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં રહેતા અને કોન્ટ્રાક્ટિંગનું કામ કરતા પિરીયા વળવી નામના આધેડ શખ્સે બે સગીર વયની દીકરીઓને પોતાની હવસનો શિકાર બનાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ઉધનામાં બે સગીરા સાથે દુષ્કર્મ 

આ દૂષિત કૃત્ય આચર્યા બાદ આરોપી પિરીયા વળવીએ બંને સગીરાઓને ધમકી આપી હતી કે જો આ અંગે કોઈને પણ જાણ કરશે તો તે બંનેને જાનથી મારી નાખશે. આધેડની આ ભયાનક ધમકીના કારણે બંને સગીરાઓ ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને શરૂઆતમાં ઘરમાં કોઈને પણ આ અંગે કંઈ કહ્યું નહોતું. સતત માનસિક અને શારીરિક ત્રાસ ભોગવ્યા બાદ આખરે બંને દીકરીઓએ હિંમત ભેગી કરીને પોતાના પિતાને સમગ્ર આપવીતી જણાવી હતી. આઘાતજનક વિગતો સામે આવતાં જ પિતા તુરંત જ ઉધના પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આરોપી પિરીયા વળવી વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપીને દબોચી લીધો

ઘટનાની ગંભીરતા અને સગીરાઓની વયને ધ્યાને રાખી ઉધના પોલીસે ત્વરિત ટીમો બનાવીને ગુનો આચરનાર આધેડ કોન્ટ્રાક્ટર પિરીયા વળવીને દબોચી લીધો છે.પોલીસે ભોગ બનનાર સગીરાઓને તબીબી પરીક્ષણ (મેડિકલ તપાસ) માટે હોસ્પિટલ મોકલી આપી છે અને આરોપી સામે કાયદાકીય કલમો હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: જમીન દલાલનું અપહરણ કરી 50 લાખની ખંડણી માંગનાર 3 બદમાશોને વેસુ પોલીસે દબોચ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *