Manipur : ZUFના બે જૂથમાં થઈ ગોળીબારી, 2 લોકોના થયા મોત

📅 Published: August 29, 2026 | 📂 Category: India National

મણિપુરના નોની જિલ્લામાં સશસ્ત્ર સંગઠન જેલિયાંગ્રોંગ યુનાઈટેડ ફ્રન્ટ (ZUF)ના બે જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. છેલ્લા 24 કલાકમાં બનેલી અલગ-અલગ બે ઘટનાઓમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. બંને ઘટનાઓમાં ZUF-J અને ZUF-K જૂથના કેડરો વચ્ચે સંઘર્ષ થયો હોવાની આશંકા છે.

વિસ્ફોટકોનો પણ ઉપયોગ થયો હોવાની આશંકા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે નોની જિલ્લાના મુન્ગટેક પાર્ટ-2 અને હાઓચોંગ વચ્ચે ફરી ગોળીબારના અવાજ સંભળાયા હતા. સવારે લગભગ 6 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. આ દરમિયાન ZUF-K સાથે જોડાયેલા સશસ્ત્ર કેડરોએ નુન્ગટેક ગામમાં ZUF-Jના કેડરો પર ઘાત લગાવી હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. ગોળીબાર કેટલાક મિનિટ સુધી ચાલ્યો હતો અને વિસ્ફોટકોનો પણ ઉપયોગ થયો હોવાની આશંકા છે.

સુરક્ષા દળો અનુસાર, આ ઘટનામાં ZUF-Jનો એક કેડર માર્યો ગયો હતો. તેની ઓળખ 29 વર્ષીય જાંગાઈલુન્ગ તરીકે થઈ છે. તે મુક્તિના ગામનો રહેવાસી હતો અને સંગઠનમાં પોતાને સેકન્ડ લેફ્ટનન્ટ ગણાવતો હતો. આ હુમલામાં તે જ જૂથના 6 અન્ય લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે ઈમ્ફાલની બે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક દિવસ પહેલાં પણ થઈ હતી અથડામણ

શુક્રવારે પણ નોની જિલ્લાના ઓકટન ગામમાં બંને જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 3:30થી 4 વાગ્યાની વચ્ચે થયેલી આ ઘટનામાં ZUF-K સાથે જોડાયેલા એક કેડરનું મોત થયું હતું. મૃતકની ઓળખ દિંગતિપ્લુન્ગ ગોનમેઈ ઉર્ફે ન્ગુઈબા ગોનમેઈ તરીકે થઈ છે. તે સંગઠનમાં પોતાને ચીફ સેક્રેટરી ગણાવતો હતો.

સતત બે હિંસક ઘટનાઓ બાદ નોની અને હાઓચોંગ વિસ્તારમાં તણાવ વધવાની આશંકા છે. સુરક્ષા દળો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. નોંધનીય છે કે ZUFએ કેન્દ્ર અને મણિપુર સરકાર સાથે ડિસેમ્બર 2022માં સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ એટલે કે યુદ્ધવિરામ અંગે ત્રિપક્ષીય કરાર કર્યો હતો. આ કરાર છતાં સંગઠનના બે જૂથો વચ્ચે થયેલી તાજી અથડામણથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

આ પણ વાંચો : Ujjain : મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓનો રેકોર્ડ તુટ્યો, શ્રાવણ મહિનામાં 1.57 કરોડ ભક્તોએ કર્યા દર્શન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *