ડોક્યુમેન્ટ ખૂટે તો મ્યુનિ. મેસેજ કરશે:હવે પાણી અને ગટર કનેક્શન લેવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

શહેરમાં હવે નાગરિકોને પાણી અને ગટર કનેક્શન મેળવવા માટે પણ ઓનલાઇન અરજી કરવી પડશે. જોકે મ્યુનિ.ની વેબસાઇટ મારફતે નાગરિકો ઓનલાઇન અરજી કરી શકે છે તેમ જ પોર્ટલમાં ઓનલાઇન અરજીમાં હવે ડ્રેનેજ જોડાણ કે પાણીના જોડાણ માટેની પણ એક વિશેષ વ્યવસ્થા ઊભી કરાઇ છે. અરજી કર્યા બાદ નાગરિકો પોતાની અરજીના સ્ટેટસની માહિતી ઓનલાઇન મેળવી શકશે. જોડાણ માટેની ફી પણ નાગરિકો ઓનલાઇન ચૂકવી શકશે. કનેક્શન માટે છેલ્લા વર્ષની પ્રોપર્ટી ટેક્સ ભર્યાની પહોંચ રજૂ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ઘર ઘર નળ યોજના અમલી બન્યા પછી પણ ઘણા વિસ્તારો ટેન્કરના ભરોસે છે. આ રીતે અરજી કરી શકો? આ પુરાવા અપલોડ કરવા
નવું પાણી કે ગટર કનેક્શન મેળવવાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્થળનો નકશો, બીયુ પરમિશન સહિતના વિવિધ દસ્તાવેજોને ઓનલાઇન અપલોડ કરવા પડશે. આ ઉપરાંત સોસાયટીનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તથા કામ માટે પ્લમ્બરનું લાઇસન્સ પણ રજૂ કરવાનું રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *