ભોટેકોશી નદીમાં પાણી વધ્યું, નેપાળમાં ફરી પૂરનું જોખમ:રસુવા સહિત 3 જિલ્લામાં એલર્ટ; અત્યાર સુધીમાં 691નાં મોત, 275 ભારતીયો સહિત 3000 ગુમ

📅 Published: August 30, 2026 | 📂 Category: International

નેપાળમાં ફરીથી પૂરનું જોખમ વધી ગયું છે. રસુવા જિલ્લા વહીવટીતંત્રને રવિવારે સવારે ભોતેકોશી નદીમાં પ્રવાહ વધવાનો અવાજ સંભળાયાની માહિતી મળી છે. આ પછી રસુવા, નુવાકોટ અને ધાદિંગમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નદીની આસપાસ રહેતા લોકોને સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે. આ પહેલા 26 ઓગસ્ટે નેપાળની ભોટેકોશી અને ત્રિશુલી નદીમાં અચાનક પૂર આવ્યું હતું. આ આફતમાં અત્યાર સુધીમાં 675 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 16 મૃતદેહો તિબેટમાં મળ્યા છે. પૂર પછી 3 હજારથી વધુ લોકો ગુમ છે, જેમાં 275 ભારતીયોનો સમાવેશ થાય છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર, નેપાળમાંથી અત્યાર સુધીમાં 108 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે, 275 ભારતીયો અને ભારતીય મૂળના 128 લોકો હજુ પણ ગુમ અથવા સંપર્ક બહાર છે. છેલ્લા બે દિવસમાં 598 ભારતીયો ચીનથી સુરક્ષિત નેપાળ પહોંચી ગયા છે, જ્યારે લગભગ 900 ભારતીયો હજુ ચીનમાં સુરક્ષિત છે. પૂર પછી તબાહીનો નજારો, 4 તસવીરો…
પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *