ગત 26 ઓગસ્ટના રોજ તિબેટમાં અચાનક આવેલા પૂરથી નેપાળમાં તારાજી થઈ છે. આ પૂરમાં 25 ગુજરાતીઓ પણ મિસિંગ છે, મૂળ અમદાવાદ અને હાલ ન્યૂઝીલેન્ડના નાગરિક મિહિર પટેલ અને કિન્નરી પટેલ કૈલાશ માનસરોવરની યાત્રાએ આવ્યા હતા અને નેપાળમાં ફસાયા હોવાની શહેરના મણિનગરમાં રહેતા મિહિર પટેલના મોટા ભાઈ ઉત્પલ પટેલના આશંકા વ્યક્ત કરી છે. છેલ્લા ચાર દિવસથી પરિવારજનો બંનેનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી બંનેની કોઈ જાણકારી મળી નથી. 21 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રાએ નીકળ્યા: ઉત્પલ પટેલ
ઉત્પલ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના નાના ભાઈ મિહિર અને તેમની પત્ની કિન્નરી છેલ્લા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં રહે છે. બંને 21 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા. સિંગાપુર પહોંચ્યા ત્યારે ફોન પર વાત થઈ હતી. ત્યારબાદ 21 ઓગસ્ટની રાત્રિએ જ કાઠમંડુ પહોંચ્યા હતા. 23, 23 અને 24 કાઠમંડુમાં તેઓ રોકાયા હતા. આ પણ વાંચો, 25 વર્ષથી કેનેડા રહેતું ખંભાતનું દંપતી નેપાળ પૂર બાદ લાપતા 26 ઓગસ્ટે મિહિરનો વોટ્સએપ મેસેજથી સંપર્ક થયો
25 ઓગસ્ટે મિહિર અને કિન્નરી સાથે 70 લોકોનું ગ્રુપ તિમુરે બોર્ડર જવા નીકળ્યું હતું. 26 ઓગસ્ટે વહેલી સવારે 4:51 વાગ્યે મિહિર સાથે વોટ્સએપ મેસેજથી સંપર્ક થયો હતો અને તેઓ ઇમિગ્રેશન માટે બોર્ડર તરફ જઈ રહ્યા હતા. ત્યારબાદથી તેમની સાથે કોઈ કોન્ટેક્ટ થઈ શક્યો નથી. નેપાળમાં આ ઘટના બની ત્યારે તેમનું 70 લોકોનું ગ્રુપ એક સાથે હતું અને તેઓ ચાઈનીઝ ઇમિગ્રેશનની બિલ્ડિંગમાં હતા. બંનેનો ફોન કે અન્ય કોઈ માધ્યમથી સંપર્ક થયો નથી
આ ઘટનાની જાણ મને 26 ઓગસ્ટે બપોરના સમયે મીડિયા મારફતે થઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ મિહિર અને કિન્નરીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેનો ફોન કે અન્ય કોઈ માધ્યમથી સંપર્ક થઈ શક્યો નથી. ઇન્સ્ટાગ્રામ પરથી તેમની ટ્રાવેલ્સની ઓફિસનો કોન્ટેક્ટ થયો હતો અને જેટલા ટ્રાવેલ્સ હતા તેમનું ગ્રુપ બનાવી સમયાંતરે અપડેટ આપવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લા 4 દિવસથી હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. આ પણ વાંચો: નેપાળના ફ્રેન્ડશિપ બ્રિજ પર ફોટો પડાવ્યો ને સુરતનું દંપતી ગુમ બંને બાળકો ન્યૂઝીલેન્ડમાં છે અને માતા-પિતા માટે ચિંતિત
ઉત્પલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મિહિર વર્ષ 2001 સુધી મણિનગરમાં તેમની સાથે રહેતા હતા. ત્યારબાદ મહિર ન્યૂઝીલેન્ડ સ્થાયી થયા હતા. મિહિર પટેલને બે સંતાનો છે. તેમનો મોટો પુત્ર 23 વર્ષનો છે અને મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે બીજો પુત્ર હાલમાં ન્યુઝીલેન્ડમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. બંને બાળકો હાલ ન્યુઝીલેન્ડમાં છે અને માતા-પિતાની માહિતી માટે પરિવારની ચિંતા વધી રહી છે. પરિવારમાં ત્રણ બહેનો અને બે ભાઈ છે
મિહિર સાથેની છેલ્લી વાતચીતને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ સિંગાપુરથી કાઠમંડુ જવાના હતા તે સમયે મિહિરના સાસુ સિંગાપુરથી અમદાવાદ આવવાના હતા અને તેમને લેવા અંગે પણ તેમની મિહિર સાથે ફોન પર વાત થઈ હતી. ઉત્પલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં ત્રણ બહેનો અને બે ભાઈઓ છે. બે બહેનો અમદાવાદમાં રહે છે, જ્યારે એક બહેન અમેરિકામાં રહે છે. મિહિરની ગેરહાજરીથી ઘરમાં શોક જેવું વાતાવરણ
દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર પરિવાર માટે ખુશીનો પ્રસંગ હોય છે, પરંતુ આ વખતે મિહિરની ગેરહાજરી અને તેના કોઈ સમાચાર ન મળતા ઘરમાં શોક જેવું વાતાવરણ હતું. પરિવારજનોને એક જ આશા છે કે, નેપાળમાં મિહિર અને કિન્નરી સલામત હોય અને વહેલી તકે તેમનો સંપર્ક થઈ શકે. હાલ પરિવાર ટ્રાવેલ્સ ગ્રુપ, સોશિયલ મીડિયા અને ઉપલબ્ધ માહિતીના આધારે બંનેની શોધખોળ અને સંપર્કનો સતત પ્રયાસ કરી રહ્યો છે.
નેપાળમાં 4 દિવસથી અમદાવાદનું પટેલ દંપતી ગુમ:મિહિર અને કિન્નરીનો સંપર્ક તૂટતા પરિવાર ચિંતામાં, કહ્યું- બંને બાળકો ન્યૂઝીલેન્ડમાં છે ને ભાઈ-ભાભીનો કોઈ પત્તો નથી
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
