અમદાવાદમાં બે દિવસમાં લોકોએ સ્વેચ્છાએ 263 હથિયારો જમા કરાવ્યા:22 વિસ્તારોમાંથી લોકોએ છરી, તલવાર સહિતના હથિયારો પોલીસને સોંપ્યા

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા છરી, તલવાર, ચપ્પુ અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરના પૂર્વમાં મારામારી હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના બનાવો વધુ બનતા હોય છે, ત્યારે આવા બનાવોને રોકવા જે પણ લોકો હથિયારો રાખતા હોય તેને સ્વેચ્છાએ હથિયાર જમા કરાવી અને કાયદાકીય કાર્યવાહીથી બચી શકે તેના માટે સેવાથી સમર્પણ અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત પૂર્વ વિસ્તારના 22 જેટલા પોલીસ સ્ટેશનમાંથી સ્વેચ્છાએ 263 જેટલા હથિયારો જમા કર્યા છે. શરીર સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ‘હથિયાર હોય તો પોલીસ સ્ટેશનની બહાર જમા કરાવી દો’
સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાઓને બનતા અટકાવવા માટે પોલીસ દ્વારા સમર્પણથી સુરક્ષા નામથી બે દિવસ અભિયાન ચલાવવામાં આવ્યો હતો. જેમાં સેક્ટર 2માં આવેલા ઝોન 4, 5, 6 અને 8 પોલીસ સ્ટેશન વિસ્તારો જેમાં 22 જેટલા પોલીસ સ્ટેશન આવે છે તેમાં વિસ્તારો ઓળખવામાં આવ્યા હતા. લોકોને જાણ કરવામાં આવી હતી કે તમારી પાસે છરી, તલવાર, ધારિયા સહિતના જે પણ હથિયાર હોય તે પોલીસ સ્ટેશનની બહાર અથવા જે સાર્વજનિક જગ્યા હોય ત્યાં જમા કરાવી દો. ઘરમાંથી જો તીક્ષ્ણ હથિયાર મળી આવશે તો કાર્યવાહી થશે
આગામી દિવસોમાં પોલીસ દ્વારા વિસ્તારોમાં ઊંડાણપૂર્વક મેગા કોમ્બિગ હાથ ધરવામાં આવશે. જે કોઈપણ વ્યક્તિ કે તેના ઘરમાંથી જો તીક્ષ્ણ હથિયાર મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 22 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 263 જેટલા હથિયારો સ્વેચ્છાએ જમા કરાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં કોમ્બિંગ હાથ ધરાશે
પોલીસ પર લોકો વિશ્વાસ રાખીને હથિયારો જમા કરાવ્યા છે, ત્યારે અમે લોકોને અપીલ કર્યા છે કે જે લોકો ધારદાર તીક્ષ્ણ હથિયારો રાખતા હોય તેને પોલીસ સ્ટેશનની બહાર આવી અને મૂકી દેવા જોઈએ. આગામી દિવસોમાં પોલીસ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવનાર છે. પોલીસ દ્વારા જે વિસ્તારોમાં હથિયારો વધુ હોય ત્યાં પબ્લિક એનાઉસ્મનેટ કરી અને તેમને આવા હથિયાર પોલીસ સ્ટેશનની બહાર આવીને મૂકી જાય જાણ કરીએ છીએ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *