Gir Somnath: સોમનાથ દાદાને દિવ્ય સૂર્ય દર્શન શૃંગાર; 12 સૂર્યમંદિરોની સ્મૃતિ થઈ તાજી

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે દરરોજ અલગ-અલગ દિવ્ય અને મનોરમ્ય શૃંગાર કરવામાં આવે છે. તે અંતર્ગત શ્રાવણ કૃષ્ણ બીજના પવિત્ર દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજારીઓ દ્વારા ભગવાન સોમનાથને ‘દિવ્ય સૂર્ય દર્શન’નો વિશેષ શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો.

સોમનાથ દાદાને દિવ્ય સૂર્ય દર્શન શૃંગાર

સુવર્ણમય આભા ધરાવતા સૂર્યદેવની આકર્ષક પ્રતિકૃતિ અને વિવિધ રંગબેરંગી સુગંધી પુષ્પોના ઉપયોગથી સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ અત્યંત ભવ્ય અને તેજોમય દ્રશ્યમાન થતું હતું.શાસ્ત્રો અને પુરાણો અનુસાર પ્રાચીન પ્રભાસ ક્ષેત્રમાં 12 જેટલા પ્રસિદ્ધ સૂર્યમંદિરો (દ્વાદાશ આદિત્ય) આવેલા હતા, જેનો પૌરાણિક ઇતિહાસમાં મોટો મહિમા છે. સોમનાથ મહાદેવના આજના દિવ્ય સૂર્ય દર્શન શૃંગારે પ્રભાસ ક્ષેત્રની આ પ્રાચીન સૂર્ય ઉપાસના અને 12 સૂર્યમંદિરોના વૈભવની સ્મૃતિઓ પુનઃ તાજી કરાવી હતી.

સોમનાથ દાદાના અલૌકિક અને મનોહર રૂપના દર્શન

મંદિરે પધારેલા સ્થાનિક શ્રદ્ધાળુઓ તેમજ દૂર-દૂરથી આવેલા યાત્રિકોએ સોમનાથ દાદાના આ અલૌકિક અને મનોહર રૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસરા ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

આ પણ વાંચો: Navsari: PMના કાર્યક્રમ પૂર્વે જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ, સી.આર. પાટીલે કરાવ્યો પ્રારંભ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *