સુરેન્દ્રનગર LCBએ મોટરસાઇકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો:વાંકાનેરથી ચોરાયેલી રૂ. 70,000ની મોટરસાઇકલ સાથે બે આરોપી ઝડપ્યાં

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ સાયલા સર્કલ પાસેથી મોટરસાઇકલ ચોરીના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂ. 70,000ની કિંમતની ચોરાયેલી એક મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે LCB ટીમે કાર્યવાહી કરી હતી. સાયલા સર્કલ પાસેથી આ બંને ઇસમોને ચોરી કરેલી મોટરસાઇકલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ અને જપ્ત કરાયેલા મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે સાયલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ ગુનામાં વાંકાનેર ખાતેથી ચોરાયેલી મોટરસાઇકલનો ભેદ ઉકેલાયો છે. પકડાયેલા આરોપીઓમાં સોહન કાલિયા પચાવા અને રવી સુખલાલ બામનિયાનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં LCB PI બી.એચ. શીગરખીયા, PA આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્ક્વોડ PSI એન.એ. રાથમા તેમજ સ્ટાફના HC અમરકુમાર ગઢવી, HC જયપાલસિંહ રાઠોડ અને PC સુરેશ ખરગિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *