મહેસાણાની નાગલપુર ચોકડી પાસે કુખ્યાત ભાવેશ ઝીલીયા પર ફિલ્મી સ્ટાઈલમાં ફાયરીંગ કરાયું. ભાવેશ પોતાની ફોર્ચ્યુનર કારમાં બેઠો હતો ત્યારે જ સ્કોર્પિયોમાં આવેલા અજાણ્યા શખસો બે રાઉન્ડ ફાયર કરી ફરાર થઈ ગયા. બનાવનું કારણ જાણવા પોલીસે ભાવેશની પૂછપરછ શરૂ કરી છે. ભાવેશની કારને ટક્કર મારી ફાયરિંગ કરાયું
મહેસાણાના નાગલપુર ચોકડી પાસે ભાવેશ પોતાની ફોર્ચ્યુનગર કાર લઈને ઉભો હતો ત્યારે જ સ્કોર્પિયોમાં આવેલા અજાણ્યા શખસોએ એક બાદ એક ત્રણ ટક્કર મારી. ત્યારબાદ બે રાઉન્ડ ફાયર થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એક તરફથી ફાયરીંગ થયું કે બંને તરફથી થયું તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
ઘટનાની જાણ થતાં જ મહેસાણા એસપી અને ડીવાયએસપી મિલાપ પટેલ સહિત ‘બી’ ડિવિઝન પોલીસનો મોટો કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક મિસફાયર થયેલું રાઉન્ડ અને એક વપરાયેલું (ફાયર થયેલું) રાઉન્ડ મળી આવ્યું છે.ગુનાવાળી જગ્યાને કોર્ડન કરી FSL(ફોરેન્સિક) ટીમની મદદથી સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવેશ ઝીલિયા સામે 20થી વધુ ગુના
ભાવેશ બળદેવ દેસાઈ ઉર્ફે ભાવેશ ઝીલિયા અને તેની ટોળકી સામે 20થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. પાટણ જિલ્લામાં જ તેમની સામે આર્મ્સ એક્ટ,મારામારી અને ગુજસીટોક (GUJCTOC) સહિતના 10 ગંભીર ગુના નોંધાયેલા છે. માર્ચ, 2026માં ઝીલિયા ગામમાં મંદિરના ફાળાના વિવાદ અને હિંસક અથડામણની ઘટના બની હતી. જેમાં તેના ઘર અને પોલીસવાન પર હુમલો થયો હતો. જે બાદ તંત્રએ કડક કાર્યવાહી કરીને ગૌચરની જમીન પર કબ્જો કરીને બનાવેલા તેના ગેરકાયદેસર આલીશાન ફાર્મહાઉસ પર બુલડોઝર ચલાવ્યું હતું.
મહેસાણામાં કુખ્યાત ભાવેશ ઝીલીયા પર ફાયરીંગ:સ્કોર્પિયોમાં આવેલા અજાણ્યા શખ્સોએ ફોર્ચ્યુનરને ટક્કર મારી બે રાઉન્ડ ફાયર કર્યા, પોલીસ કાફલો ઘટનાસ્થળે
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
