Botad News: બરવાળા પોલીસે બેલા ગામે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી, દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની બદી નાબૂદ કરવા માટે પોલીસે ઝુંબેશ તેજ કરી છે.જેના ભાગરૂપે બરવાળા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે સપાટો બોલાવીને તાલુકાના બેલા ગામની સરહદમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બરવાળા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગમાં હતી. 

દારૂ બનાવવાની સામગ્રીનો જથ્થો મળી આવ્યો

ચોક્કસ બાતમીના આધારે પોલીસે બેલા ગામથી ગુંદા ગામ તરફ જવાના કાચા રસ્તે આવેલી ખરાબા વાળી જગ્યાના ખેતર પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં વિદેશી કે દેશી દારૂનું ગેરકાયદે ઉત્પાદન ચાલતું હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે સ્થળ પરથી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતા મુખ્ય આરોપી કિશન રાજુભાઈ શિહોરા (રહે. બેલા) ને રમેશથી ઝડપી લીધો હતો.પોલીસની દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાનો સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં દારૂ બનાવવા માટે વપરાતો 5 હજાર લીટર આથો, જેની અંદાજિત કિંમત રૂ. 1.25 લાખ રૂપિયા થાય છે તેને પોલીસે સ્થળ પર જ નાશ કર્યો હતો.

પોલીસે કુલ રૂ. 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

150 લીટર તૈયાર પીવાનો દેશી દારૂ, જેની કિંમત રૂ. 30 હજારઆંકવામાં આવી છે.પોલીસે કુલ રૂ. 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.બરવાળા પોલીસે ઝડપાયેલા આરોપી કિશન શિહોરા સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિક વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદે ધંધા સામે બરવાળા પોલીસ સર્વેલન્સ ટીમની આ સફળ અને આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચોઃ Surat News : વેપારીને છેતરનારોઆરોપી, 8 વર્ષથી ફરાર બુટલેગર અને 11 જુગારીઓની ધરપકડ, LCBનો સપાટો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *