Ahmedabad: લકઝરી બસમાં પાર્સલમાં મૂકેલા 14 મોંઘાદાટ આઈફોન ચોરનારો ઝડપાયો

📅 Published: August 30, 2026 | 📂 Category: Ahmedabad

મહારાષ્ટ્રના પૂણેથી લકઝરી બસમાં આવી રહેલા પાર્સલમાંથી 14 આઈફોન ચોરી લેનારા યુવકને અમદાવાદ પોલીસે રાજસ્થાન ખાતેથી ઝડપી લીધો છે. પૂણેમાં આવેલા મેડિકલ સ્ટોરમાં 35 હજારના પગારથી નોકરી કરતા ગજેન્દ્રસિંહ રાજપૂત ઉર્ફે ચિરાગની ધરપકડ બાદ ચોરી કરેલા ફોન ખરીદનારા અમદાવાદ અને હિંમતનગરના બે શખસો પાસેથી 10.70 લાખની રોકડ કબજે લેવાઈ છે. ચોરીના ફોન વેચી દેવાયા હોવાથી ફોન ખરીદનારા અમદાવાદના મોહસીન સહિતના બે શખસોએ તેના બદલામાં રોકડ રકમ પોલીસ સમક્ષ રજૂ કરી દીધી છે. ચોરીના આઈફોન ખરીદનારા મોહસીને ફોન દુબઈ મોકલી દીધા હોવાની કબૂલાત કરી છે. રામોલ પોલીસ અને ઝોન-8 LCB એ બે આરોપીની ધરપકડ કરી છે. તો મુખ્ય આરોપી ગજેન્દ્ર પાસેથી મોંઘાદાટ બે ફોન સેમસંગ અને આઈફોન તેમજ રોકડ રૂપિયા 8,500 કબજે લીધી છે.

મહારાષ્ટ્રના પૂણેમાં રહેતા મોબાઈલ ફોનના વેપારી સુરેશ ઠાકોરે ગત 15 ઓગસ્ટના રોજ અમદાવાદના આશ્રમ રોડ પર મોબાઈલ ફોનનો ધંધો કરતા સલમાનભાઈને 14 નંગ આઈફોન પાર્સલમાં પેક કરી લકઝરી બસમાં મોકલ્યા હતા. પાર્સલ આપતી વખતે વેપારીએ લકઝરી બસના ચાલકને પાર્સલમાં મોંઘા ફોન છે સાચવીને લઈ જજો તેમ કહેતા આ વાત બસમાં પ્રવાસી તરીકે બેસેલા અને હિંમતનગર જઈ રહેલા ગજેન્દ્રસિંહ રાજપૂતે સાંભળી લીધી હતી. ગજેન્દ્ર રાજપૂતે પાર્સલમાંથી તમામ 14 ફોન સિફ્તપૂર્વક ચોરી લીધા હતા. અમદાવાદનો વેપારી ટ્રાવેલ્સની ઓફ્સિે પાર્સલ લેવા પહોંચ્યા ત્યારે ફોન ચોરી થયાની જાણ થતાં રામોલ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસમાં બસમાં છેલ્લી સીટ પર બેસેલો એક મુસાફર પાર્સલ પોતાની સીટ પર લઈ ગયો હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાતા તેની તપાસ આરંભી હતી. ડીસીપી ઝોન 8ની ટીમ અને રામોલ પોલીસ તપાસમાં 10.70 લાખની કિંમતના 14 નંગ આઈફોન-17ની ચોરી કરનારો શખસ હિંમતનગરનો ગજેન્દ્ર રાજપૂત હોવાનું સામે આવ્યું હતું. ગજેન્દ્રને તમામ 14 ફોન અમદાવાદ અને હિંમતનગરના બે વેપારીને વેચી માર્યા હોવાની કબૂલાત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Ahmedabad police arrested a suspect accused of stealing fourteen iPhones from a luxury bus parcel and recovered cash linked to the stolen phones.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *