હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ‎:સાંતલપુરમાં સમાધાન બાબતે મનદુઃખ રાખી યુવક પર હુમલો

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

સાંતલપુર તાલુકાના ઝેકડા ગામે સમાધાન બાબતની અદાવતમાં એક શખ્સે ખેડૂત પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વારાહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. . સાંતલપુર તાલુકાના ઝેકડા ગામે રહેતા અને ખેતી કામ કરતા બલાભાઈ ઠાકોરના સાઢુ વિરુદ્ધ આરોપી મુસ્તુશા ફકીરે અગાઉ ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં તું કેમ સમાધાન કરાવતો નથી ? તેવું રાખીને આરોપીએ મનદુઃખ રાખ્યું હતું.​ તારીખ 29 ઓગસ્ટના રોજ સવારથી સાંજ દરમિયાન બનેલી આ ઘટનામાં આરોપી હાથમાં ધારીયું લઈને સળ સળાટી વહેવડાવતા આવી પહોંચ્યો હતો અને ફરીયાદીને ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો.આ અંગે વારાહી પોલીસે ગુનો નોંધી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *