ટ્રાફિકગ્રસ્ત માર્ગ હોય પસાર થતા વાહન ચાલકોને પડતી તકલીફ‎:નવસારીમાં વગર વરસાદે મામલતદાર કચેરી સામે મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

નવસારી હાઇવેને શહેર સાથે જોડતા મુખ્ય માર્ગ પર આવેલી મામલતદાર કચેરીની સામે અચાનક મોટો ભુવો પડી જતાં વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે. સામાન્ય રીતે ચોમાસામાં રોડ બેસી જવાની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ વગર વરસાદે જ મુખ્ય માર્ગ પર પડેલા ભુવાને કારણે મહાપાલિકાના રોડ-રસ્તાના કામોની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. ​અકસ્માત ટાળવા માટે પૂર્વ નગરસેવક પિયુષ ઢીમ્મરે તાત્કાલિક સ્થળ પર પહોંચી આડસ (બેરિકેટિંગ) મૂકી વાહનચાલકોને સાવચેત કર્યા હતા. આ ઘટના બાદ મહાપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ નેટવર્કની ગુણવત્તા મુદ્દે રાજકારણ ગરમાયું છે. પૂર્વ કોંગ્રેસી નગરસેવકે મેયરના જૂના નિવેદન “શહેરમાં ભુવા તો પડશે જ’ પર કટાક્ષ કરી તંત્રની બેદરકારી સામે આકરા પ્રહારો કર્યા હતા. પ્રજાના નાણાંનો વ્યય અને સુરક્ષાના જોખમને લઈ સ્થાનિકોમાં પણ આક્રોશ ફેલાયો છે. નાગરિકોના ટેક્સના નાણાંનો વેડફાટ
​”વગર વરસાદે મુખ્ય માર્ગ પર મસમોટો ભુવો પડી જવો એ મહાપાલિકાની નબળી ગુણવત્તાની કામગીરીની સાબિતી છે. ભૂતકાળમાં મેયરે કહ્યું હતું કે “ભુવા તો પડશે જ”, જે તંત્રની બેજવાબદારી છતી કરે છે. નાગરિકોના ટેક્સના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે અને લોકોનો જીવ જોખમમાં મુકાયો છે. મહાપાલિકા તાત્કાલિક રિપેરિંગ કરે. – પિયુષ ઢીમ્મર, પૂર્વ નગરસેવક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *