Ahmedabad: તુલશી ઈન્ડસ્ટ્રીઝમાંથી તસ્કરો 20 લાખ રોકડ ભરેલી આખેઆખી તિજોરી અને લોકર ઉપાડી ગયા

📅 Published: August 31, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ-કઠવાડા GIDC માં તસ્કરો બેફામ બન્યા છે. નિકોલ GIDC માં આવેલી તુલશી ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ૨૫ ઓગસ્ટની રાત્રે 8:00 વાગ્યાથી 26 ઓગસ્ટની વહેલી સવાર દરમિયાન તસ્કરો કારખાનામાં ઘૂસ્યા હતા અને ઓફિસના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

તસ્કરોના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ


નિકોલ GIDC માં ચોરીની મોટી ઘટના

તસ્કરોએ ઓફિસમાં મૂકેલી તિજોરી તોડવાનો પ્રયાસ કરવાને બદલે ચાલાકી વાપરી 20 લાખની રોકડ રકમ ભરેલી આખેઆખી તિજોરી અને લોકર જ ગાયબ કરી દીધું હતું. બીજા દિવસે સવારે જ્યારે કારખાનું ખોલવામાં આવ્યું ત્યારે ચોરી થયાની જાણ થતાં જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે તુરંત જ નિકોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા ઈન્ડસ્ટ્રીઝના CCTV કેમેરા તપાસ્યા હતા.

CCTV ના આધારે નિકોલ પોલીસની તપાસ

સીસીટીવી ફુટેજમાં અજાણ્યા તસ્કરો લોકર અને રોકડ ભરેલી તિજોરી ઊંચકીને લઈ જતા સ્પષ્ટપણે કેદ થયેલા જોવા મળ્યા છે. ઘટના અંગે કારખાનાના માલિકની ફરિયાદના આધારે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તસ્કરોનું સગડ મેળવવા અને તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: પફ ખાતા ઉંદરનો વીડિયો વાઇરલ થતાં સુરત રેલવે સ્ટેશનનો સ્ટોલ કાયમ માટે બંધ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *