Javelin Missile ભારતમાં થશે તૈયાર, અમેરિકી કંપની સાથે TASLએ કરી મોટી ડિલ

📅 Published: August 31, 2026 | 📂 Category: India National

ભારતે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) અને જૈવેલિન જૉઈન્ટ વેન્ચર વચ્ચે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) કરવામાં આવ્યો છે. જૈવેલિન જૉઈન્ટ વેન્ચરમાં અમેરિકાની રેથિયોન અને લોકહીડ માર્ટિન સામેલ છે. 

કો-પ્રોડક્શન માટે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ મુખ્ય ભાગીદાર

આ કરાર હેઠળ ભારતમાં જૈવેલિન ઓલ-અપ-રાઉન્ડ એન્ટી-ટેન્ક મિસાઈલ સિસ્ટમની ફાઈનલ એસેમ્બલી અને ઈન્ટિગ્રેશન ફેસિલિટી સ્થાપવાની શક્યતાઓ તપાસવામાં આવશે. જૈવેલિન જૉઈન્ટ વેન્ચરે વિવિધ કંપનીઓની ક્ષમતા અને નિષ્ણાતોનું મૂલ્યાંકન કર્યા બાદ ભવિષ્યમાં ભારતમાં કો-પ્રોડક્શન માટે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સને મુખ્ય ભાગીદાર તરીકે પસંદ કરી છે. આ પહેલ હેઠળ ભારતમાં મિસાઈલના કેટલાક ઘટકોનું ઉત્પાદન કરવાની ક્ષમતા પણ વિકસાવવામાં આવશે.

અમેરિકાથી સબ-એસેમ્બલી અને ગાઈડન્સ યુનિટ આવશે

કો-પ્રોડક્શન મોડલ હેઠળ લોકહીડ માર્ટિનની ટ્રોય, અલાબામા સ્થિત ફેસિલિટીમાંથી તૈયાર થતી સબ-અસેમ્બલી કિટ અને રેથિયોનની ટક્સન, એરિઝોના સ્થિત ફેસિલિટીમાંથી બનતી ગાઈડન્સ ઈલેક્ટ્રોનિક્સ યુનિટ ભારત મોકલવામાં આવશે. ત્યારબાદ તેનું ફાઈનલ ઈન્ટિગ્રેશન ભારતમાં કરવામાં આવશે. કંપનીઓના જણાવ્યા મુજબ, આ ભાગીદારી ભારતના ડિફેન્સ ઈન્ડસ્ટ્રિયલ બેઝને મજબૂત બનાવશે અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ તથા ટેક્નોલોજી ટ્રાન્સફરને વેગ આપશે. સાથે જ વૈશ્વિક માગ પૂરી કરવા માટે જૈવેલિનની સપ્લાય ચેઈન પણ વધુ મજબૂત બનશે.

લોકલ એસેમ્બલીથી ઓપરેશનલ રેડીનેસ વધશે 

જૈવેલિન જૉઈન્ટ વેન્ચર અનુસાર અત્યાર સુધીમાં 55,000થી વધુ જૈવેલિન મિસાઈલ અને 12,000થી વધુ રિ-યૂઝેબલ કમાન્ડ લોન્ચ યુનિટ્સનું ઉત્પાદન થઈ ચૂક્યું છે. TASLના CEO અને MD સુકર્ણ સિંહે જણાવ્યું કે ભારતમાં જૈવેલિનની લોકલ એસેમ્બલીથી ઓપરેશનલ રેડીનેસ વધશે અને ભારતીય સશસ્ત્ર દળોને આ કોમ્બેટ-પ્રૂવન સિસ્ટમ સમયસર ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.

આ પણ વાંચો : Tamil Nadu: આ રાજ્યમાં દૂધના ભાવમાં થયો 3 રૂપિયાનો વધારો, સરકારે આખરે કેમ લીધો આ નિર્ણય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *