ગુજરાત હાઇકોર્ટમાં પાટણ પોલીસ સામે એક કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી છે. જેના ઉપર આજે થયેલી સુનાવણી મુજબ 18 માર્ચના રોજ ચાણસ્મામાં બે સમાજ વચ્ચે તકરાર સર્જાઈ હતી, ત્યારે પોલીસ દ્વારા ચણાસ્મા LCB ઓફિસથી ST સ્ટેન્ડ સુધી 1 કિમી કરતા વધારે અંતર દરમિયાન એક સમાજના આરોપીઓને દોરડાથી બાંધી 30થી 40 પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા જાહેરમાં પરેડ કરાવવાનો આક્ષેપ છે. આરોપીઓને પટ્ટા અને લાકડી વડે માર માર્યો
એક સમાજનાં લોકોનું સરઘસ કાઢવાનો તેમજ જાહેરમાં લોકોની સામે લાકડી વડે અને પટ્ટાથી આરોપીઓને માર મારવામાં આવ્યો હોવાનું અરજીમાં જણાવ્યું હતું. તેમજ જે ગુનો પુરવાર થયો નથી તેની જાહેરમાં માફી માંગવા માટે પોલીસ દ્વારા બળ આચરવામાં આવ્યું હતું. આ કૃત્ય સુપ્રીમ કોર્ટના આદેશોના ભંગ અને DGPના આદેશનો ભંગ છે. પાટણ અને ચાણસ્મા પોલીસને હાઈકોર્ટની નોટિસ
આ બાબતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક સમાજના ભોગ બનનાર યુવાન દ્વારા દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ અરજીમાં પાટણ પોલીસ અધીક્ષક, ચણાસ્મા DySP, LCB ચાણસ્મા અને SOG પાટણ તેમજ ચાણસ્મા PI, PSI અને અન્ય કર્મચારીઓને જાહેરમાં માર મારવા માટે નોટિસ આપવામાં આવી છે. આ પરેડનો વીડિયો ગુજરાતની મીડિયા ચેનલોમાં આવ્યો હોવાનું કોર્ટને જણાવાયું હતું. આ ઉપરાંત આરોપીઓને નિર્વસ્ત્ર કરી પોલીસ મથકમાં માર પણ મારવાનો આક્ષેપ છે. SP, DySP સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ
ભોગ બનનાર યુવાને કોર્ટમાં માંગણી કરી છે કે, SP, DySP ઉપરાંત બાકીના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કન્ટેમ્પ્ટમાં સમરી પ્રોસિડિંગમાં કથિત આરોપીઓને માર મારવા સરઘસ કાઢવા તેમજ મારીને નગ્ન કરવા બદલ પોલીસ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકી સુપ્રીમ કોર્ટના ડી.કે. બાસુ ચુકાદાના આધારે તત્કાલ ધોરણે 6 મહિનાની જેલની સજા કરવામાં આવે. હુમલો થતાં હાજર પોલીસકર્મીઓ ભાગી છૂટ્યા
ઉલ્લેખનીય છે કે, ચાણસ્મામાં ગૌચર જમીન ઉપર એક સમાજના કુખ્યાત વ્યક્તિ દ્વારા ફાર્મ હાઉસ બંધાયું હતું. જેથી બીજા સમાજના લોકોએ આ ફાર્મ હાઉસ ઉપર હુમલો કર્યો હતો. ફાર્મ હાઉસના માલિકે અગાઉ જ પોલીસને જાણ કરી હુમલાની સંભાવના દર્શાવી હતી, તે મુજબ હુમલો પણ થયો હતો, પરંતુ હાજર પોલીસકર્મીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ કર્મચારીઓને પાછળથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓથોરિટીએ ગેરકાયદેસર ફાર્મ હાઉસ પણ તોડી નાખ્યું હતું. હુમલો કરીને પોલીસને ભગાડી તેની આબરૂ ખરાબ કરનાર આરોપીઓનું સરઘસ પાટણ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું હતું. આ સમાચાર પણ વાંચો DCP નકુમની તાત્કાલિક બદલી થવી જોઈએ: હાઇકોર્ટ
સુરતમાં 13 જુલાઈએ DCP રાજદીપસિંહ નકુમે આરોપીઓને જાહેરમાં માર મારવા તથા તેમનું સરઘસ કાઢવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર આજે(14 ઓગસ્ટ)સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કડક વલણ અપનાવતાં હાઇકોર્ટે કહ્યું કે, ઘટનામાં સામેલ ડીસીપી એક ઉચ્ચ અધિકારી હોવાથી તેમને તે જ હોદ્દા પર રાખીને નિષ્પક્ષ તપાસ થઈ શકે નહીં, જેથી તાત્કાલિક તેમની બદલી કરવી જોઈએ. સરકારી વકીલે હાઇકોર્ટને વિનંતી કરી હતી કે, કોર્ટ આ અંગે હુકમમાં કોઈ નોંધ ન લે, સરકાર સ્વયં ગંભીરતા સમજીને યોગ્ય કાનૂની અને વહીવટી પગલાં લેશે. વાંચો સંપૂર્ણ સમાચાર
ગુજરાત હાઈકોર્ટની પાટણ પોલીસને નોટિસ:ચાણસ્માના ઝીલિયામાં ફાર્મહાઉસ પર હુમલા કેસમાં આરોપીઓને સરઘસ કાઢી માર માર્યા, પીડિતની હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
