હાટકેશ્વર મુક્તિધામનું નિર્માણ કાર્ય ગોકળગતિએ ચાલતું હોવાની ફરિયાદ

📅 Published: August 31, 2026 | 📂 Category: Ahmedabad

ખોખરા વિસ્તારમાં આવેલું હાટકેશ્વર મુક્તિધામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી તથા ઢીલી નીતિનું ઉદાહરણ બન્યું છે. છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા સ્મશાન ગૃહના રી-ડેવલપમેન્ટ અને સમારકામના કામમાં અતિશય ધીમી ગતિ જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

મહત્વનું છે કે લોખંડના સળિયાના પિલર ઉભા કરીને કામ અટકાવી દેવાયું હોય કે ખૂબ જ ધીમી ગતિએ ચાલતું હોય તેવી સ્થિતિ છે. ખુલ્લા મેદાનમાં લોખંડની જાળીઓ, કટાયેલા સળિયા અને બાંધકામની સામગ્રી રઝળતી હાલતમાં પડી છે, પરંતુ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પૂરતા કારીગરો કે મશીનરી નજરે પડતા નથી.

સ્મશાન ગૃહ બંધ કે અધૂરું હોવાને કારણે ખોખરા, હાટકેશ્વર અને આસપાસના વિસ્તારોના રહીશોએ પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર અને અગ્નિદાહ માટે 5 થી 7 કિલોમીટર દૂર આવેલા અન્ય સ્મશાન ગૃહો સુધી ધક્કા ખાવા પડે છે. દુઃખના આ સમયે પરિવારજનોને દૂર સુધી શબવાહિનીઓ લઈને જવું પડે છે, જેનાથી આર્થિક અને માનસિક ત્રાસ વેઠવાનો વારો આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *