ડભોઇ ખાતે ખાટુ શ્યામજી મંદિરે સુવર્ણ આભૂષણો અર્પણ કરાયા

📅 Published: September 1, 2026 | 📂 Category: Baroda

ડભોઈ ખાતે શ્રી શ્યામ ખાટું શ્યામ મંદિરે શ્રી ખાટું શ્યામજી ભગવાનને સોનાના ઢોળ ચડાવેલા (ગોલ્ડ પ્લેટેડ) વિશેષ આભૂષણો વાજતે-ગાજતે અર્પણ કરાયા હતા.

મુંબઈના જાણીતા દાતા મહેશ શાહ તથા દિલ્હીના ઉદ્યોગપતિ સંજય મિત્તલના વિશેષ આર્થિક સહયોગ અને સેવાભાવથી સંપન્ન થયું હતું. ગરબા અને ભજન-કીર્તન સાથે ભવ્ય ઉજવણી મંદિરમાં આભૂષણ અર્પણવિધિમાં સમગ્ર પરિસર હારે કા સહારા, બાબા શ્યામ હમારાના જયઘોષથી ગૂંજી ઊઠયું હતું. ભાવિક ભક્તો ઢોલ- નગારાના તાલે નાચતા-ગાતા અને ગરબા રમતા બાબાના શ્રુંગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં હતા.

જે પ્રસંગે દાતા મહેશ શાહનો સમગ્ર પરિવાર, તેમના વેવાઈ મિલન અને ભુપેન્દ્ર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ સોલંકી સહિત મંદિર સમિતિના અગ્રણી અને કાર્યકરો જોડાયા હતા. જેમાં મહેન્દ્ર રાઠોડ, દીપક સોલંકી, પ્રકાશ વસાવા, શૈલેષ શાહ, હરેશ પટેલ મહિલા મંડળ તથા સદસ્યા વિમળા પટેલ, રંજન પંચાલ, ગૌરી સોલંકી, દીના સોલંકી, શાંતાબેન રાઠોડ, સુમિત્રા પટેલ, વિજ્યા પટેલ મંદિર સમિતિના સભ્યોના પ્રયાસોથી સમગ્ર ઉત્સવ સુચારુ રૂપે સંપન્ન થયો. હતો

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *