દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના પાદરા નજીક સરસવણી ગામ પાસે મોડી રાત્રે ટેલર અને LPG ભરેલા ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ ગેસ ટેન્કર સંતુલન ગુમાવીને હાઈવે પર પલટી મારી ગયું હતું. આ ઘટનાના કારણે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી. અને રાતથી જ એક્સપ્રેસ-વેને વન-વે કરી દેવાયો છે. અકસ્માતના કલાકો બાદ પણ કંપની દ્વારા ‘જીવતા બોમ્બ’ સમાન આ ગેસ ટેન્કરને હટાવવામાં આવ્યું નથી. કોઈ દુર્ઘટના ન બને તે માટે ફાયર ફાઈટર્સ સ્ટેન્ડબાય
ગેસ ગળતર કે આગ જેવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કરજણ અને પાદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટી તંત્ર અને સુરક્ષા દળોએ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખીને ટેન્કરને સુરક્ષિત રાખવા માટે ફાયર ફાઈટર્સને ઘટનાસ્થળે સ્ટેન્ડ બાય રાખ્યા છે. કંપનીએ 12 કલાક થયા છતાં ટેન્કરને હટાવ્યું નહીં
આ દુર્ઘટના અંગે ગેસ કંપનીને પણ જાણ કરવામાં આવી હતી. તો કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અંદાજીત 2 કલાકમાં પલટી ગયેલા ટેન્કરમાંથી LPG ગેસને અન્ય ટેન્કરમાં ટ્રાન્સફર કરવાની ટેકનિકલ કામગીરી શરૂ કરવામાં આવશે. ગેસ ટ્રાન્સફરની પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત રીતે પાર પડે તે માટે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ સતત કાર્યરત છે. પરંતુ આ અકસ્માતના 12 કલાકથી વધુનો સમય છતાં જીવતા બોમ્બ સમાન આ ટેન્કરને કંપની દ્વારા ઘટનાસ્થળેથી હટાવવામાં આવ્યું નથી. રાતથી જ એક્સપ્રેસ વે વન-વે કરાયો
રોજના હજારો વાહનોની અવરજવર ધરાવતા આ એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. હાલમાં એક તરફનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હોવાનું સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ટેલર-LPG ભરેલા ટેન્કરની ટક્કર:પાદરા નજીક સરસવણી પાસે 12 કલાકથી 'જીવતા બોમ્બ' સમાન પડી રહ્યું ટેન્કર, એક્સપ્રેસ વે વન-વે કરાયો
📅 Published: September 1, 2026 |
📂 Category: gujarati-news
