Surat: ડીંડોલીમાં જાહેરમાં હથિયારોથી આતંક મચાવનાર 6 રીઢા ગુનેગારો CCTV ના આધારે ઝડપાયા

📅 Published: September 1, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને આતંક ફરી એકવાર સામે આવ્યો હતો. ગત 30 ઓગસ્ટ 2026ની રાત્રે કેટલાક અસામાજિક તત્વો ધારદાર હથિયારો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જાહેરમાં મારામારી કરી સ્થાનિક વિસ્તારની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.

ડીંડોલીમાં આતંક મચાવનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી

અચાનક સર્જાયેલી આ અરાજકતા અને મારામારીના દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયા હતા. વિડીયો વાયરલ થતાં અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ડીંડોલી પોલીસની ટીમે તાત્કાલિક અસરથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફુટેજના આધારે ડીંડોલી પોલીસે આરોપીઓની ઓળખ છતી કરી હતી અને અલગ-અલગ ટીમો બનાવી બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ 6 અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા હતા.

ગણતરીના કલાકોમાં જ 6 અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા 

પોલીસે અક્ષય તુકારામ સોનવણે, તુષાર ઉર્ફે ખાજા દિલીપ ગાંગડુ, પિન્ટુ બલેશ્વરસિંહ રાજપૂત, શુભમ ઉર્ફે માલ્યા દીપક ચૌહાણ, ગોલુ હરિ બંજારા અને સુમિત અશોક કામલેની અટકાયત કરી છે.પોલીસે આરોપીઓની તલાશી લેતાં તેમની પાસેથી મારામારી અને ભય ફેલાવવા ઉપયોગમાં લેવાયેલું ચપ્પુ કબ્જે કર્યું છે.પોલીસ રેકોર્ડની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા તમામ છ આરોપીઓ સામે અગાઉ પણ શરીર સંબંધી અને મિલકત સંબંધી અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે. ડીંડોલી પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની આકરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:  Gandhinagar: ખાનગી શાળા-કોલેજોના NCC કેડેટ્સને પણ સરકારી કેડેટ્સ સમાન મળશે કેમ્પ ભથ્થું, 100 ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *