રાજકોટનો લોકમેળો ચકડોળે ચડ્યો:વિરાસતથી વિકાસના લોકમેળાને ઉદ્દઘાટનના કલાકો પહેલા 34 યાંત્રિક રાઇડ્સના સંચાલકોને હજુ સુધી નથી મળી મંજૂરી

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમીમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો આ વખતે સતત બીજા વર્ષે ચકડોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે. આવતીકાલે સાંજે લોકમેળાનું ઉદ્ઘાટન મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે થવાનું છે ત્યારે મેળો શરૂ થાય તેના કલાકો અગાઉ પણ 34 યાંત્રિક રાઇડસને મંજૂરી આપવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે અને હજુ આવતીકાલ બપોર સુધી મંજૂરી મળે તેવી કોઈ શક્યતા સેવાઈ રહી નથી. રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં આવતીકાલે તારીખ 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી 5 દિવસ પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં આ વર્ષે કુલ 34 યાંત્રિક રાઇડ્સ રાખવામાં આવી છે જે તમામને રાજ્યસરકારની SOP મુજબ મંજૂરી આપવામાં આવશે જેમાં અલગ અલગ વિભાગના 13 સભ્યોની કમિટી દ્વારા અભિપ્રાય આપ્યા બાદ પોલીસ તરફથી આખરી મંજૂરી આપવામાં આવશે જેમાં રાઇડ્સ સંચાલકોએ રાઇડ્સના જરૂરી દસ્તાવેજ અને સર્ટિફિકેટ સહીત 15 ડોક્યુમેન્ટ આપવાના હોય છે. જેની સાથે 34 રાઇડ્સના 11 સંચાલકો દ્વારા અરજી કરવામાં આવી છે. જેના ઉપર પોલીસ કમિશનર દ્વારા રચાયેલી 13 સભ્યોની સિટી રાઇડ્સ સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટી ગ્રાઉન્ડ ચકાસણી અને સકારાત્મક અભિપ્રાય આપ્યા બાદ રાઇડ્સ શરૂ કરવા પરવાનગી આપવામાં આવશે. રાજકોટ ડીસીપી ક્રાઇમ એન્ડ સ્પેશિયલ બ્રાન્ચ જગદીશ બાંગરવાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આવતીકાલે મેળાને ખુલ્લો મુકવામાં આવનાર છે આ પહેલા 34 રાઇડ્સના 11 સંચાલકો દ્વારા યાંત્રિક રાઇડ્સ શરૂ કરવા માટે પરવાનગી મેળવવા અરજી કરવામાં આવી છે. આજે તારીખ 01.09.2026 સુધી એક પણ રાઇડ્સ સંચાલકને મંજૂરી આપવામાં આવી નથી અને આવતીકાલ બપોરના 12 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા ઓછી છે કારણ કે પોલીસ કમિશનર દ્વારા રચાયેલી 13 સભ્યોની સિટી રાઇડ્સ સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટી દ્વારા ગ્રાઉન્ડ ચકાસણી કરવામાં આવી રહી છે જેનો હકારાત્મક અભિપ્રાય આવ્યા બાદ મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી SOPને પગલે મેળામાં નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત પોલીસ કમિશનર દ્વારા 13 સભ્યોની સિટી રાઇડ્સ સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટી બનાવવામાં આવી છે જેના દ્વારા અલગ અલગ વિભાગના 13 સભ્યો ગ્રાઉન્ડ ચકાસણી કરી અને સકારાત્મક અભિપ્રાય આપે ત્યારબાદ સંચાલકને પરવાનગી આપવામાં આવે છે. આ પણ વાંચો : રાજકોટના ‘વિરાસતથી વિકાસ’ લોકમેળા માટે 14 સ્થળે ફ્રી પાર્કિંગ; નીકળતા પહેલા વાહનો માટે ચાલુ-બંધ રસ્તાનું લિસ્ટ ચેક કરી લેજો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *