મહેસાણામાં ભાવેશ ઝીલિયા પર ફાયરિગનો મામલો, ત્રણ શંકાસ્પદ રાઉન્ડઅપ:હુમલાખોરોને ઝડપવા પોલીસની 6થી વધુ ટીમો તપાસમાં જોતરાઈ

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણાના નાગલપુર ચોકડી પાસે આવેલ હાઇવે રોડ પર પકવાન ડાઇનિંગ હોલ નીચે માધવી પાર્લર નજીક રવિવારે(30 ઓગસ્ટ) રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના સુમારે સનસનાટીભરી ઘટના સામે આવી હતી. ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામના રહીશ અને મસ્તાની ગૅંગ તરીકે ઓળખાતા ભાવેશ રબારી (ઉર્ફ ભાવેશ ઝીલિયા) પોતાની ફોર્ચ્યુનર ગાડી (GJ-05-RX-5754)માં મિત્રો સાથે બેઠા હતા, ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની 6થી 7 અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. પોલીસની પ્રાથમિક કાર્યવાહી દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસમોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ કેસમાં હજુ પણ વધુ નામો ખુલવાની શક્યતા સેવાઈ રહી છે. ઝીલિયાની ફોર્ચ્યુનરને ટક્કર મારીને ગોળીબાર કર્યો હતો
સફેદરંગની, નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી સ્કોર્પિયો ગાડીમાં આવેલા અજાણ્યા ઇસમોએ ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનરને ડ્રાઇવર સાઇડથી જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ ગાડી રિવર્સ લઈને સતત બેથી ત્રણ વખત ટક્કરો મારી હતી. આ દરમિયાન સ્કોર્પિયોની ડ્રાઇવર સીટ તથા તેની પાછળના કાચમાંથી જાનથી મારી નાખવાના ઈરાદે રિવોલ્વર જેવા હથિયાર વડે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ અચાનક થયેલા હુમલામાં ભાવેશ ઝીલિયાને ડાબા હાથના પંજાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સ્કોર્પિયો લઈને નાગલપુર તરફ ભાગી છૂટ્યા
બનાવને અંજામ આપ્યા બાદ હુમલાખોરો સ્કોર્પિયો લઈને નાગલપુર તરફ ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત ભાવેશ ઝીલિયા અને તેમના મિત્ર વિપુલભાઈએ તાત્કાલિક પોતાની ગાડી સાથે ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી સમગ્ર બનાવ અંગે આપવીતી જણાવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો કુખ્યાત ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનરમાંથી પણ રિવોલ્વર-છરો મળ્યા, ગુંડાઓએ 3 ટક્કર મારી ગોળીબાર કર્યો મહેસાણામાં ગઈકાલે(30 ઓગસ્ટ) રાત્રે 9 વાગ્યે ‘મિર્ઝાપુર’ જેવી ગેંગવોરના દૃશ્યો સર્જાયા હતા. જેમાં સ્કોર્પિયોમાં આવેલા ગુંડાઓએ ફોર્ચ્યુનરને 3 ટક્કર મારી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં મસ્તાની ગેંગના કુખ્યાત ભાવેશ ઝીલિયાને ઈજા થઈ હતી. ત્યારબાદ હાઈવે પર પોતાની કાર પર ફાયરિંગ થયું હોવાની ફરિયાદ નોંધાવવા ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચેલા ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનરમાંથી 1 બ્લેક કલરની રિવોલ્વર, તેમાં લોડ કરેલા 6 જીવતા કારતૂસ અને છરો મળી આવ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *