Agriculture News: આગામી 15 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં થશે ડિજિટલ ક્રોપ સર્વેનો રાજ્યવ્યાપી પ્રારંભ

📅 Published: August 10, 2026 | 📂 Category: Agriculture

ભારત સરકારના ‘એગ્રીસ્ટેક’ પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024-25થી સમગ્ર ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ચાલુ ખરીફ-2026 સીઝન માટે આગામી તા. 15 ઓગસ્ટ, 2026થી સમગ્ર રાજ્યમાં 45 દિવસીય ‘ડિજિટલ ક્રોપ સર્વે’નો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.

95 લાખથી વધુ સર્વે પ્લોટને આવરી લેવાશે

ગુજરાતના તમામ જિલ્લાઓના 18,197 ગામોમાં આવેલા તમામ ખેતીલાયક વિસ્તારના આશરે 95 લાખથી વધુ સર્વે પ્લોટને આ સર્વેમાં આવરી લેવામાં આવશે. જેમાં, સત્તાવાર સર્વેયરો દ્વારા દરેક ખેતર/સર્વે નંબર પર રૂબરૂ જઈને ખેડૂતોએ વાવેતર કરેલા પાકના જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ સાથેની સચોટ માહિતી ડિજિટલ એપ્લિકેશન મારફત અપલોડ કરાશે.’ફાર્મર રજિસ્ટ્રી’માં નોંધાયેલા ખેડૂતો સર્વેયરની રાહ જોયા વગર પોતાના મોબાઈલ ફોનમાં ‘ડિજિટલ ક્રોપ સર્વે’ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જાતે જ પોતાના પાકની નોંધણી કરી શકશે. 

સતત 45 દિવસ સુધી કાર્યરત રહેશે

આ સમગ્ર સર્વે અભિયાન આગામી તા.15 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર, 2026 સુધી સતત 45 દિવસ સુધી કાર્યરત રહેશે.રાજ્યના તમામ ખેડૂતોને રાજ્ય સરકારની ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, પોતાના ગામના નિયુક્ત સર્વેયર મારફત અથવા જાતે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં તમામ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અવશ્ય પૂર્ણ કરાવે/કરે.

આ પણ વાંચોઃ Ambaji: પ્રસિદ્ધ યાત્રાધામમાં મેઘરાજાની પધરામણી, આસપાસના સીમ વિસ્તારોમાં વરસાદથી હવામાન બન્યું સોહામણું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *