ટંકારાના લજાઈ ગામે રાઘવ પોલીમર્સ કારખાનામાં જુગાર રમતા 7 ઝડપાયા:રોકડ અને મોબાઈલ સહિત ₹2.93 લાખના મુદામાલ સાથે પોલીસે કાર્યવાહી કરી

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

ટંકારાના લજાઈ ગામમાં આવેલા રાઘવ પોલીમર્સ કારખાનામાં પોલીસે જુગાર રમતા 7 લોકોને પકડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ 2.93 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, મોરબીના રવાપર ગામના એક વ્યક્તિ ટંકારાના લજાઈ ગામમાં આવેલા પવનસુત ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રાઘવ પોલીમર્સ કારખાનાની ઓફિસ ઉપરના રૂમમાં બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી મિતેશભાઈ દિનેશભાઈ અઘારા (રહેવાસી શિવાલય હાઈટ્સ, રવાપર), દિવ્યેશભાઈ ઈશ્વરભાઈ પાડલીયા (રહેવાસી સનાળા), રવિભાઈ અમૃતલાલ વાઘડિયા (રહેવાસી રાજપર), ભાવેશભાઈ મનજીભાઈ જગોદરા (રહેવાસી યોગેશ્વર એપાર્ટમેન્ટ, રવાપર), ગૌરવભાઈ નથુભાઈ વરમોરા (રહેવાસી સનાળા), વિકાસભાઈ હેમરાજભાઈ રાણીપા (રહેવાસી શક્તિ ટાઉનશીપ, રવાપર) અને વિપુલભાઈ ખીમજીભાઈ અમૃતિયા (રહેવાસી જેતપર) જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 2,23,200 રૂપિયા રોકડા અને 70,000 રૂપિયાની કિંમતના 7 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. આમ, કુલ 2,93,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *