ગોધરા શહેરના દોઢપા તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ફાયર વિભાગે એક કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો, પોલીસે ઓળખ અને મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી. ઊંડા પાણીમાંથી મૃતદેહ બહાર કઢાયો
ગોધરાના દોઢપા તળાવમાંથી એક અજાણ્યા પુરુષની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઇટરોએ તળાવના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને આશરે એક કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી
બનાવની જાણ થતાં શહેર બી ડિવિઝન પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા તપાસ
મૃતક પુરુષ કોણ છે અને તેનું મોત કયા સંજોગોમાં થયું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસે અજાણ્યા પુરુષની ઓળખ છતી કરવા માટે જરૂરી કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ મોત અકસ્માતે થયું છે કે અન્ય કોઈ કારણસર તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગોધરાના દોઢપા તળાવમાંથી અજાણ્યા પુરુષની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી:ઊંડા પાણીમાંથી મૃતદેહ બહાર કઢાયો, મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા પોલીસ કામે લાગી
📅 Published: September 1, 2026 |
📂 Category: gujarati-news
