મોડાસાની સરસ્વતી વિદ્યાલયમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી:વિદ્યાર્થીઓએ કૃષ્ણ લીલા રજૂ કરી, મટકી ફોડ અને રાસગરબાનો કાર્યક્રમ યોજાયો

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

મોડાસામાં ઉમા કેળવણી મંડળ સંચાલિત એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય અને સંત નથુરામ બાપા સરસ્વતી વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભગવાન કૃષ્ણની આરતી ઉતારવામાં આવી અને દીપ પ્રાગટ્ય કરાયું હતું. ઉત્સવના અધ્યક્ષ રાજુભાઈ સી. પટેલ, ઉદ્ઘાટક પ્રેમજીભાઈ એસ. પટેલ (દેસાઈપુરા કંપા), અતિથિ સુરેશભાઈ એમ. પટેલ ( ઉમા શરાફી મંડળીના વાઇસ ચેરમેન) અને મુખ્ય મહેમાન ડો. હરિભાઈ પી. પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, રમેશભાઈ વી. ચૌધરી, આચાર્ય વિનોદ એ. પટેલ, માધ્યમિક વિભાગના આચાર્ય પિયુષભાઈ પટેલ, અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ દુર્ગાબેન ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટીઓ બીપીનભાઈ પટેલ, તુલસીભાઈ પટેલ, કનુભાઈ પટેલ, રમણભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલનું પણ સ્વાગત કરાયું હતું. ઉમિયા માતાજી મંદિર મોડાસાના પ્રમુખ દિનેશભાઈ પટેલ અને કે.પી. પટેલ વિદ્યાલયના પ્રમુખ અંબાલાલભાઈ પટેલ પણ હાજર હતા. ઉમિયા ટ્રસ્ટના પ્રમુખ અમૃતભાઈ બી. પટેલે કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ મદ ભાગવત ગીતાના શ્લોકોનું પઠન કર્યું હતું. જન્માષ્ટમી નિમિત્તે વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં વાસુદેવ-દેવકી અને બાલકૃષ્ણ સાથેના નૃત્યો, ગેડી દડો, પારણા ઝુલાવવા, મટકી ફોડ, નૃત્ય અને રાસગરબાનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓએ સુંદર ચિત્રો દોરીને પોતાની કલાનું પ્રદર્શન પણ કર્યું હતું. શિક્ષકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું.મહેમાનોએ કૃષ્ણ ગીતાના જીવન મૂલ્યો, સત્ય અને કર્તવ્યના સંદેશને જીવનમાં ઉતારવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય કૃષ્ણના જયઘોષ સાથે સમગ્ર કાર્યક્રમ ભક્તિમય બની ગયો હતો. કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ વાળંદ અને આકાંક્ષાબેન સિંઘે કર્યું હતું.ચેતનાબેન, રાજુભાઈ, વિપુલભાઈ, સંગીત માટે ધર્મેશભાઈ ભાવસાર, દિશાબેન અને અન્ય શિક્ષકો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમથી સરસ્વતી વિદ્યાલય સાક્ષાત ગોકુલધામ જેવું લાગી રહ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *