દીકરીને કહ્યા વગર ચાલ્યા ગયા હતા:લેણદારોથી પરેશાન આખો પરિવાર ગુમ થયો, પાંચ વર્ષ બાદ અમદાવાદથી મળ્યો

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

ડિંડોલીમાં શેર માર્કેટના નુકસાન અને લેણદારોની પરેશાનીથી કંટાળીને આશરે 5 વર્ષ પહેલાં ઘર છોડીને ગયેલા એક પરિવારના 3 સભ્યોને પોલીસે અમદાવાદથી સુરક્ષિત શોધી કાઢ્યા છે. 55 વર્ષીય પિતા, 52 વર્ષીય માતા અને 30 વર્ષીય પુત્રને પોલીસે તેમના પરિવારજનો સાથે મેળવ્યા છે. પૂછપરછમાં સામે આવ્યું કે પુત્ર પર શેર માર્કેટમાં થયેલા નુકસાન બાદ આશરે 4 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. લેણદારોના વારંવાર ઘરે આવવાથી આખો પરિવાર માનસિક રીતે પરેશાન થઈ ગયો હતો. ડિંડોલીના નવાગામ સ્થિત યામિની કોલોનીમાં રહેતા યોગેશભાઈ પારેખ, તેમનાં પત્ની સંગીતાબેન પારેખ અને 30 વર્ષીય પુત્ર સાગર પારેખ 30 જૂન 2022ના રોજ અચાનક ઘરેથી નીકળી ગયા હતા. ત્રણેયે પોતાની દીકરીને પણ આ અંગે કોઈ જાણ કરી ન હતી. ઘણી શોધખોળ પછી પણ કોઈ પત્તો ન મળતા જમાઈ હિતેશભાઈ કોરડિયાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પોલીસને પરિવાર અમદાવાદમાં હોવાની જાણકારી મળી હતી. પોલીસે અમદાવાદ પહોંચીને ત્રણેયને સુરક્ષિત શોધી કાઢ્યા. પૂછપરછમાં જાણવા મળ્યું કે પુત્રને શેરમાર્કેટથી આશરે 4 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું દીકરીને પણ ન જણાવ્યું, અચાનક ઘર છોડ્યું
પરિવારના ત્રણેય સભ્યોએ 30 જૂન 2022ના રોજ ઘરેથી નીકળતી વખતે પોતાની દીકરીને પણ કંઈ જણાવ્યું ન હતું. પુત્રના શેર માર્કેટમાં નુકસાન બાદ આશરે 4 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. લેણદારો સતત ઘરે પહોંચીને પૈસા માંગતા હતા. આનાથી પરિવાર ખૂબ પરેશાન હતો. માનસિક દબાણ વધવાના કારણે તેમણે અચાનક સુરત છોડવાનો નિર્ણય લીધો. બાદમાં અમદાવાદમાં પુત્રને નોકરી મળી ગઈ. ત્યાં રહીને પરિવારે નવી શરૂઆત કરી અને ધીમે-ધીમે દેવું ચૂકવતા રહ્યા પોલીસે 40થી વધુ લોકોની પૂછપરછ, 6 નંબર ટ્રેક કર્યા
જૂના ગુમશુદગીના કેસોની ફરી તપાસ માટે આશરે ત્રણ મહિના પહેલાં ડિંડોલી પોલીસે મિસિંગ સ્ક્વોડ શરૂ કરી હતી. ટીમે યોગેશભાઈના પરિવાર સાથે જોડાયેલા લોકો અને અન્ય સંભવિત વ્યક્તિઓ સહિત 40થી વધુ લોકોની પૂછપરછ કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *