રાજ્યમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા અને GIDCના MSME ઉદ્યોગકારોને વર્ષો જૂના દસ્તાવેજી વિવાદોમાંથી મુક્તિ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘GIDC એમ્નેસ્ટી સ્કીમ’ અમલમાં મૂકવા જાહેરાત કરી છે. આ યોજના હેઠળ GIDCના પ્લોટની જૂની તબદીલીમાં બાકી સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની માફી અપાશે. હવે ઉદ્યોગકારો માત્ર 20% સ્ટેમ્પ ડ્યુટી અને પેનલ્ટી ભરીને કાયદેસર રજિસ્ટર્ડ લીઝ ડીડ કરાવી શકશે. શહેરના નાના ઉદ્યોગકારોને આ 3 મોટા ફાયદા થશે 1. ટાઈટલ ક્લિયરન્સ: સચિન, પાંડેસરા, કતારગામ, ઇચ્છાપોર GIDC માં વર્ષોથી માત્ર એલોટમેન્ટ લેટર પર ચાલતા પ્લોટ્સ કાયદેસર રજિસ્ટર્ડ થશે. 2. સરળ બેંક ધિરાણ: રજિસ્ટર્ડ લીઝ ડીડ બનવાથી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાંથી ઉદ્યોગકારોને મોર્ગેજ લોન સરળતાથી મળશે. 3. સરકારી તિજોરીને આવક: વર્ષોથી પેન્ડિંગ પડેલા કેસોનો નિકાલ થતાં સરકારને એકસાથે 20% લેખે મોટી સ્ટેમ્પ ડ્યુટીની આવક થશે, સરકારી તિજોરીને સારી આવક થશે. ઉદ્યમ માન્ય MSME એકમોને જ રાહત મળશે
GIDC એસોસિએશનોની રજૂઆત બાદ સરકારે વ્યવહારુ અભિગમ અપનાવ્યો છે. આ યોજના હેઠળ 30 જૂન, 2025 સુધી થયેલા એલોટમેન્ટ લેટર, શેર ટ્રાન્સફર, સબ-લીઝ અને મિલકત તબદીલીના વ્યવહારો આવરી લેવાશે. માન્ય MSME એકમોને જ આ રાહત મળશે, જેમણે કાયદેસર નોંધણી કરાવવી પડશે. > મહેન્દ્ર રામોલિયા, ડિરેક્ટર, સચિન GIDC એસો.
ઉદ્યમ માન્ય MSME એકમોને જ રાહત મળશે:જૂના વ્યવહારોની સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધી મુક્તિ, MSME એકમોને રાહત
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
